કડક સુરક્ષા વચ્ચે યોજાશે અગ્નિવીરની પરીક્ષા, આ રીતે પકડવામાં આવશે 'મુન્નાભાઈ'
સુરક્ષા વચ્ચે યોજાશે અગ્નિવીરની પરીક્ષા
ગ્વાલિયર (આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ) ARO ડિરેક્ટરે જણાવ્યું કે, પરીક્ષા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવી બાબતોને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, 2400 જેટલા પરીક્ષાર્થીઓ પર નજર રાખવા માટે પરીક્ષા કેન્દ્રની આસપાસ ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવશે. આ સાથે તમામ સ્થળોએ સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે જેથી કરીને એક જગ્યાએ વધુ લોકો એકઠા ન થાય.
ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આર્મી સ્કૂલમાં અગ્નિવીરોની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષામાં લગભગ 2,400 ઉમેદવારો હાજર રહેશે. શહેર વહીવટી તંત્ર દ્વારા બહારગામથી આવતા ઉમેદવારો માટે જિલ્લા કક્ષાએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ અગાઉ લેવાયેલી પરીક્ષામાં ભારે હોબાળો અને હંગામો થયો હતો. જેમાં સરકારી સંપત્તિને ઘણું નુકસાન થયું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ વખતે યોજાનારી અગ્નિવીરની પરીક્ષા પોલીસ દળની દેખરેખ હેઠળ લેવામાં આવશે.
ગ્વાલિયર (આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ) એઆરઓ ડિરેક્ટરે જણાવ્યું કે, પરીક્ષા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવી બાબતોને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, 2400 જેટલા પરીક્ષાર્થીઓ પર નજર રાખવા માટે પરીક્ષા કેન્દ્રની આસપાસ ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવશે. આ સાથે તમામ સ્થળોએ સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે જેથી કરીને એક જગ્યાએ વધુ લોકો એકઠા ન થાય. જરૂર પડ્યે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની મદદ પણ લેવામાં આવશે.
ઉમેદવારોની ઓળખ બાયોમેટ્રિક દ્વારા કરાશે
એઆરઓ ડિરેક્ટરે એ પણ માહિતી આપી હતી કે, ગ્વાલિયર ઉપરાંત સાગર, છતરપુર, દમોહ, ટીકમગઢ, ભીંડ, મોરેના, શિવપુરી, દતિયા, અશોકનગર, શિવપુર વગેરે જિલ્લાઓમાંથી લગભગ 2,400 ઉમેદવારો અગ્નિવીર પરીક્ષામાં બેસશે. આ ઉમેદવારો સાચા છે કે નકલી તે જાણવા માટે પરીક્ષા કેન્દ્રના ગેટ પર જ બાયોમેટ્રિક મશીન લગાવવામાં આવશે. અહીં તેમની ઓળખ બાયોમેટ્રિક દ્વારા જોવામાં આવશે. જો ઓળખ સાચી હશે તો જ તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. તેનો હેતુ કોઈપણ પ્રકારના ખોટા ઉમેદવારને પરીક્ષામાં બેસતા અટકાવવાનો છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર