ગુરુગ્રામઃ ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras) બાદ હવે હરિયાણા (Haryana)ના ગુરુગ્રામ (Gurugram)માં યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. યુવતી સાથે ગેંગરેપ કર્યા બાદ મારઝૂડ કરવામાં આવી. મામલામાં ચાર યુવકો પર 32 વર્ષીય યુવતી સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે. ગેંગરેપ બાદ યુવતી સાથે મારઝૂડ કરવામાં આવી. મારઝૂડના કારણે પીડિતાના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. તેને કારણે પીડિતાને સરકારી હૉસ્પિટલ લઈ ગયા અને ત્યારબાદ દિલ્હીની સફદરગંજ હૉસ્પિટલમાં રેફર કરવામાં આવી. સફદરગંજ બાદ પરત ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં પીડિતાને દાખલ કરવામાં આવી છે.
ગુરુગ્રામ પોલીસે ઘટનામાં સામેલ ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓના નમ પંકજ, પવન, રંજન અને ગોવિંદા જણાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આરોપી યુવક સ્વિગી અને ઝોમેટોમાં ડિલીવરી બૉયનું કામ કરે છે. શહેરના પૉશ વિસ્તાર ડીએલએફ ફેઝ-2માં દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
આવી રીતે યુવતીને બનાવી શિકાર
મૂળે, ગુરુગ્રામના ડીએલએફ ફેઝ 2માં એક પીજીમાં એક આરોપી પહેલાથી જ રહેતો હતો. જ્યાં આ યુવતીને લાવવામાં આવી અને ત્યારબાદ તેના ત્રણ દોસ્ત ત્યાં પહોંચ્યા અને યુવતીની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપી દીધો. યુવતીએ જ્યારે તેનો વિરોધ કર્યો તો તેની સાથે મારઝૂડ કરવામાં આવી. આ મારઝૂડના કારણે યુવતીના માથા પર ગંભીર ઈજાઓ થઈ. યુવતીને રાત્રે લગભગ 2:30 વાગ્યે સરકારી હૉસ્પિટલમાં લાવવામાં આવી અને ત્યારબાદ દિલ્હીની સફદરગંજ હૉસ્પિટલ રેફર કરવામાં આવી. પરંતુ બાદમાં ગુરુગ્રામ પોલીસે પરત પીડિતાને ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરાવી. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ડીએલએફ ફેઝ 2ના સિક્યુરિટી ગાર્ડે લગભગ 1:30 વાગ્યે ફોન આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે યુવતીના માથા પર ગંભીર ઈજાઓ પહોંચી છે અને ખૂબ લોહી વહી રહ્યું છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને પીડિતાના હૉસ્પિટલમાં ખસેડી. પીડિતાની ફરિયાદના આધારે અમે રાત્રે જ અનેક સ્થળે દરોડા પાડીને ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ચારેય આરોપી યુવકો પંકજ, પવન, રંજન અને ગોવિંદા ચક્કરપુર વિસ્તારના રહેવાસી છે. પવન એક ઓફિસમાં ઓફિસ બોય તરીકે કામ કરે છે જ્યારે બાકીના ત્રણ આરોપી યુવકો ઝોમેટો અને સ્વીગીમાં ડિલીવરી બૉયનું કામ કરે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર