Home /News /national-international /Sheru Weds Sweeti: શેરુ અને સ્વીટી નામના શ્વાનના લગ્ન થયા, મંડપમાંથી શેરુ ભાગ્યો તો આખું ગામ શોધીને લઈને આવ્યું

Sheru Weds Sweeti: શેરુ અને સ્વીટી નામના શ્વાનના લગ્ન થયા, મંડપમાંથી શેરુ ભાગ્યો તો આખું ગામ શોધીને લઈને આવ્યું

ગુરુગ્રામમાં શેરુ અને સ્વીટીના ધામધૂમથી લગ્ન થયાં

અત્યાર સુધી દેશમાં ટીટૂ સે સ્વીટીના લગ્ન ફિલ્મમાં ચર્ચામાં હતા, પણ ગુરુગ્રામમાં થયેલ શેરુ અને સ્વીટીના લગ્ન સૌથી વધારે ચર્ચામાં આવ્યા છે.

    ગુડગાવ: અત્યાર સુધી દેશમાં ટીટૂ સે સ્વીટીના લગ્ન ફિલ્મમાં ચર્ચામાં હતા, પણ ગુરુગ્રામમાં થયેલ શેરુ અને સ્વીટીના લગ્ન સૌથી વધારે ચર્ચામાં આવ્યા છે. આ એક એવા લગ્ન છે, જેમાં લગ્નની તમામ રસમ અને રિવાજો પુરા કરવામાં આવ્યા હતા, જો કે આ લગ્ન થોડા અલગ છે કેમ કે અહીં છોકરો કે છોકરીના લગ્ન નથી, પણ સ્ટ્રે ડોગ્સના લગ્ન છે. જેમાં આખું ફળિયું જોડાયં હતું.

    આ લગ્નમાં સામાન્ય લોકોની સાથે સાથે લગ્નના તમામ રિવાજો અને રસમોની સાથે સાથે દહેજ પણ આપવામાં આવ્યો હતો. દહેજમાં સ્વિટિના પરિવારના લોકોએ રીતસરના વાણસો અને 2100 રૂપિયા શેરના પરિવારને આપ્યા હતા.

    આ પણ વાંચો: હરિયાણાઃ ગુરુગ્રામની હોટલમાં ધો.10ની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, 5માંથી 2ની ધરપકડ

    હકીકતમાં ન્યૂ પાલન વિહાર એરિયામાં એક દંપતિએ ત્રણ વર્ષ પહેલા એક ફીમેલ સ્ટ્રે ડોગને દત્તક લીધા હતા. તેમને બાળકો ન થતાં તેમણે આ ફીમેલ ડોગને પોતાની દીકરી બનાવી લીધી અને તેનું નામ સ્વીટી રાખી દીધું. જે સમયે સ્વીટીને દત્તક લીધી, તે સમયે તેનો પગ તૂટેલો હતો. જે બાદ દંપત્તિએ તેની સારવાર કરાવી. આવી જ રીતે અન્ય એક દંપત્તિએ શેરુને પાળ્યો હતો. બંનેએ મળીને હાલમાં શેરુ અને સ્વીટીના લગ્ન કરવાનું નક્કી કર્યું. જાનની તારીખ 13 નવેમ્બરે રાખી અને આ ફળિયાના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું. તેના માટે રીતસરના કાર્ડ પણ પ્રિન્ટીંગ કરાવ્યા હતા.
    " isDesktop="true" id="1283783" >

    વર અને વધુ બંને લગ્નમંડપમાંથી ફરાર થઈ ગયા


    નક્કી કરેલી તારીખે જાનૈયા અને માંડવિયા પહોંચ્યા. પણ વર અને વધુ ફરાર થઈ ગયા હતા. થોડી વાર શોધ્યા બાદ દુલ્હન સ્વીટી તો બાજૂની શેરીમાંથી મળી આવી, પણ વર શેરુનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. જે બાદ તમામ મહેમાનો નિરાશ થઈ ગયા. જો કે, મહેમાનો ઘરે જવાની તૈયારી કરતા હતા, ત્યાં એક શખ્સે બૂમ પાડી કે વર શેરુ મળી ગયો. ત્યાર બાદ તો બધા ઉત્સાહમાં ઝુમવા લગ્યા.

    રવિવારની રાતે બંનેના રિતીરિવાજ સાથે લગ્ન કર્યા. બંનેને વરમાળા પહેરાવાની સાથે સાથે વર વધુની માંગ ભરવામાં આવી. ા કાર્યક્રમમાં પુરો થયા બાદ લોકોને મીઠાઈ પણ ખવડાવી, ખુશી ખુશી લોકોએ સ્વિટીને વિદાય આપી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Gurugram

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन