Home /News /national-international /ટ્રાફિક નિયમ તોડવા બદલ પોલીસે 4 કલાકમાં 155 મેમો આપ્યા, તેમાંથી 70 તો પોલીસ જવાનો નિકળ્યા

ટ્રાફિક નિયમ તોડવા બદલ પોલીસે 4 કલાકમાં 155 મેમો આપ્યા, તેમાંથી 70 તો પોલીસ જવાનો નિકળ્યા

પોલીસની ખાસ ડ્રાઇવ (Shutterstock તસવીર)

દિલ્હીથી અડીને આવેલા ગુરુગ્રામમાં બુધવારે ટ્રાફિક નિયમ તોડનારા વિરુદ્ધ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. અહીં કુલ 155 લોકોના ચલણ ફાડવામાં આવ્યા હતા.

    ગુરુગ્રામ: દિલ્હીથી અડીને આવેલા ગુરુગ્રામમાં બુધવારે ટ્રાફિક નિયમ તોડનારા વિરુદ્ધ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. અહીં કુલ 155 લોકોના ચલણ ફાડવામાં આવ્યા હતા. જો કે આ તમામની વચ્ચે હેરાન કરવાનો કિસ્સો એ છે કે, આ 155માંથી 70 તો પોલીસવાળા જ છે, જેમણે ટ્રાફિક નિયમ ભંગ કર્યો છે. પોલીસની આ ડ્રાઈવ લગભગ ચાર કલાક ચાલી હતી. આ 70 પોલીસ જવાનોમાંથી એક તો એસપીની કાર હતી, જેમના ડ્રાઈવરને દંડ ફટકાર્યો છે.

    આ પણ વાંચો: તહેવારોમાં ટ્રાફિક નિયમ તોડવા પર દંડ નહી વસુલાય, હર્ષ સંધવીની જાહેરાત

    એસપીના ડ્રાઈવરનું ચલણ ફાડ્યું


    એક વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યુ છે કે, સહાયક પોલીસ અધિકારીએ ડ્રાઈવરને સીટ બેલ્ટ વિના ગાડી ચલાવતા પક઼ડી પાડ્યો હતો. ડ્રાઈવરનું ચલણ ફાડ્યું અને સીટ બેલ્ટ બાંધવાની સલાહ પણ આપી હતી. અધિકારીએ જણાવ્યું છે કે, ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા પોલીસ કર્મી પર પણ કાર્યવાહી થઈ છે.

    સામાન્ય નાગરિકો હોય કે પોલીસ નિયમ તોડશો તો કાર્યવાહી તો થશે જ


    ડીસીપી ટ્રાફિક વિરેન્દ્ર સિંહ સાંગવાને કહ્યું કે, પોલીસ કર્મી હોય કે સામાન્ય નાગરિક, નિયમોનું ઉલ્લંઘન કરનારા દરેક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આશે. અમારા આ સ્પેશિયલ અભિયાન અંતર્ગત કુલ 155 ચલણ ફાડ્યા છે અને તેમાંથી 70 જેટલા પોલીસકર્મી છે. સુરક્ષિત રહેવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરુરી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Gurugram, Traffic Fine

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन