હરિયાણાનાં ગુરુગ્રામમાં પોતાની કારથી સ્ટંટ કરી રહેલા યુવકોએ ફૂટપાથ ઊભા રહેલા ત્રણ લોકોને કચડી નાખ્યા. તેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અનેબે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. તેમની હાલત ગંભીર છે. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. એસીપી ગુરુગ્રામ પ્રીતપાલ સિંહે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે આરોપી યુવકો દારૂના નશામાં હતા.
હરિયાણાનાં ગુરુગ્રામમાં પોતાની કારથી સ્ટંટ કરી રહેલા યુવકોએ ફૂટપાથ ઊભા રહેલા ત્રણ લોકોને કચડી નાખ્યા. તેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અનેબે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. તેમની હાલત ગંભીર છે. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. એસીપી ગુરુગ્રામ પ્રીતપાલ સિંહે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે આરોપી યુવકો દારૂના નશામાં હતા. હાલ પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે, સાથે બે કાર પણ જપ્ત કરી છે. સાથે જ પોલીસ આ મામલાની સઘન તપાસ કરી રહી છે.
ઘટના રવિવારે મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. ગુરુગ્રામના હાઇપ્રોફાઈલ એરિયા ઉદ્યોગ વિહારમાં એક વાઈન શોપની સામે 2 આર્ટિગા ગાડીમાં 8 લોકો પહોંચ્યા હતા. બધાએ દારૂ પીધો હતો. આરોપીઓએ પહેલા ત્યાં ઊભેલા કેટલાક લોકો સાથે ઝઘડો કર્યો અને પછી રસ્તામાં સ્ટંટબાજી શરૂ કરી તથા ત્રણ લોકોને કચડી નાખ્યા.
સ્ટંટબાજીમાં કચરો ઉપાડનાર એકનું મોત થયું છે, જેની હજુ સુધી ઓળખ થઈ નથી. પોલીસે બે આર્ટિગા ગાડીને જપ્ત કરી છે. અત્યારસુધી સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બેકાબૂ કારે મારી ટક્કર
ઘાયલ થયેલા બેમાંથી એક અન્નુ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે જ્યાં આ ઘટના બની તેની નજીકની એક દારૂની દુકાનમાં તે કામ કરે છે. અન્નુ ગુપ્તાએ કહ્યું કે તેણે રવિવારે વહેલી સવારે દુકાનની બહાર અવાજ સાંભળ્યો અને તે તેના સાથીદાર સુશીલ સાથે જોવા માટે બહાર ગયો. તેણે જણાવ્યું કે, એક બેકાબૂ કારે મને અને સુશીલને ટક્કર મારી. તે જ સમયે, અન્ય એક વ્યક્તિ પણ રસ્તાની બાજુમાં ઉભો હતો, જેનું મૃત્યુ થઈ ગયું હતું
હત્યાનો કેસ નોંધ્યો
ઘટના પછી આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ચૂક્યા હતા. પોલીસે ગુરુગ્રામના રસ્તાઓ પર લાગેલા CCTVની તપાસ હાથ ધરતાં આરોપીઓ વિશે માહિતી મળી હતી. સૌથી પહેલા ગુરુગ્રામના ડુંડાહેરા ગામના રહેવાસી સૌરભ શર્માની ધરપકડ કરવામાં આવી છે. સૌરભ શર્મા જ તે ગાડી ચલાવી રહ્યો હતો. સૌરભની પૂછપરછ પછી રાહુલ, બે સગા ભાઈ રવિ અને વિકાસ, મુકુલ સોની, મોહિત, લન ભારદ્વાજની ધરપકડ કરવામાં આવી. આઠમો આરોપી હોસ્પિટલમાં દાખલ છે. ઝઘડા દરમિયાન તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો.પોલીસે આ કેસમાં હત્યા (302) અને હત્યાનો પ્રયાસ (307) હેઠળ એફઆઈઆર નોંધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર