જમીન છેતરપિંડીમાં રોબર્ટ વાડ્રા, ભૂપેન્ડ્ર હુડ્ડા અને DLF વિરૂદ્ધ નોંધાઈ FIR

News18 Gujarati
Updated: September 1, 2018, 9:35 PM IST
જમીન છેતરપિંડીમાં રોબર્ટ વાડ્રા, ભૂપેન્ડ્ર હુડ્ડા અને DLF વિરૂદ્ધ નોંધાઈ FIR

  • Share this:
રોબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુરૂગ્રામના ખેડકી દૌલામાં જમીન ખરીદવાની બાબતમાં રોબર્ટ વાડ્રા અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા વિરૂદ્ધ વધુ એક FRI નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત વાડ્રાની કંપની ડીએલએફ અને ઓમકારેશ્વર પ્રોપર્ટીજ વિરૂદ્ધ પણ એફઆઈઆર નોંધાવામાં આવી છે.

આ એફઆઈઆર ધારા 420, 120B, 467, 468 અને 471 હેઠળ એફઆઈઆર નોંધાવવામાં આવી છે. તે ઉપરાંત પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988ની કલમ 13 હેઠળ પણ મામલો નોંધાવવામાં આવ્યો છે.

આનાથી પહેલા વાડ્રા પર ઈન્કમ ટેક્સ વિભાગે 42 કરોડ રૂપિયાના અજ્ઞાત આવકની બાબતે નોટિસ ફટકારી હતી. આ મામલો સ્કાઈલાઈટ હોસ્પિટેલિટી સાથે જોડાયેલ છે. આમાં વાડ્રા પાસે 99 ટકા માલિકી છે.

વાડ્રાએ આ મામલાને પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બંને જગ્યાએ તેમની માંગ ફગાવી દેવામાં આવી હતી. વાડ્રાએ ઈન્કમ ટેક્સની નોટિસને પડકારતા કહ્યું હતુ કે, તેમની કંપની લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપમાં હતી, જ્યારે ઈન્કમ ટેક્સમાં આને પ્રાઈવેટ લિમિટેડ પાર્ટનરશિપમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આનાથી પહેલા પાછલા વર્ષ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ મામલામાં બે લોકો જયપ્રકાશ બાગરવા અને અશોક કુમારની ધરપકડ કરી હતી. અશોક કુમાર સ્કાીલાઈટ હોસ્પિટૈલિટી પ્રાઈવેટ લિમિટેડના મહેશ નાગરના નજીકના સહયોગી છે. બંનેને મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

આરોપ છે કે, સ્કાઈલાઈટ હોસ્પિટૈલિટી કંપની રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલ છે. એજન્સીએ પાછલા વર્ષે એપ્રિલમાં કુમાર અને નાગરના સંકુલોની તલાશી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કંપની દ્વારા બિકાનેરમાં જમીન ખરીદવાના ચાર મામલાઓમાં નાગરનો જ હાથ હતો. 
First published: September 1, 2018
વધુ વાંચો
अगली ख़बर