Home /News /national-international /

ગુરુગ્રામ : પૂર્વ વૈજ્ઞાનિકે પત્ની- બે બાળકોની હત્યા બાદ ગળેફાંસો ખાધો

ગુરુગ્રામ : પૂર્વ વૈજ્ઞાનિકે પત્ની- બે બાળકોની હત્યા બાદ ગળેફાંસો ખાધો

ડોક્ટર પ્રકાશ સિંહનો ફાઇલ ફોટો

સુસાઇડ નોટમાં વૈજ્ઞાનિકે લખ્યું કે, આ તમામ કૃત્ય પાછળ પોતે જ જવાબદાર છે

  ન્યૂઝ18 ગુજરાતી : ગુરુગ્રામ શહેરની એક દવા કંપનીમાં પૂર્વ વૈજ્ઞાનિક તરીકે કામ કરી ચૂકેલા ડો. પ્રકાશ સિંહે રવિવારની રાત્રે પોતાની પત્ની અને દીકરા-દીકરીની હત્યા કરી પોતે ગળે ફાંસો ખાઈ લીધો. ડોક્ટરે પત્ની અને બે બાળકો પર પહેલા હથોડાથી વાર કર્યા અને બાદમાં ફરસીથી ગળું કાપી દીધું. ત્રણેયની હત્યા બાદ ડોક્ટરે પોતે પણ ફાંસી લગાવી દીધી. પોલીસને તેમના ખિસ્સામાંથી અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ મળી છે, જેમાં તેમણે પરિવાર સંભાળવવામાં અસમર્થતા વ્યકત કરતાં ઘટના માટે પોતાને જવાબદાર ઠેરવ્યા છે.

  ગુરુગ્રામના સેક્ટર-49ના ઉપ્પલ સાઉથેન્ડ સોસાયટીના એસ બ્લોકમાં રહેતાં ડો. પ્રકાશસિંહ મૂળે રઘુનાથપુર, વારાણસીના રહેવાસી હતા. તેઓ રસાયણશાસ્ત્રના જાણકાર હતા અને અહીં દવા નિર્માતા કંપની સન ફાર્મામાં વૈજ્ઞાનિક હતા. જોકે, લગભગ એક મહિના પહેલા તેમણે સન ફાર્માની નોકરી છોડી દીધી હતી અને હવે હૈદરાબાદની કોઈ ફાર્મા કંપનીમાં લગભગ 20 દિવસ બાદ નોકરી શરૂ કરવાના હતા. તેના માટે હાલ તેઓ ઘરે જ રહેતા હતા. દંપતી તરફથી ગુરુગ્રામ અને પલવલમાં ચાર સ્કૂલનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું.

  સુસાઇડ નોટમાં શું લખ્યું છે?

  પોલીસને તપાસ દરમિયાન મૃતક ડો. પ્રકાશસિંહના ખિસ્સામાંથી એક સુસાઇટ નોટ મળી આવી છે. જેમાં લખ્યું હતું કે તેઓ પોતાના પરિવારને યોગ્ય રીતે સંભાળ ન લઈ શક્યા, જવાબદારી તેમના ઉપર હતી. જે કંઈ પણ થયું છે તેના માટે બીજું કોઈ નહીં પોતે જ જવાબદાર છે. જે વિસ્તારમાં ડો. પ્રકાશસિંહ પોતાના સમગ્ર પરિવારની સાથે રહેતા હતા તે ગુરુગ્રામનો હાઇ પ્રોફાઇલ વિસ્તાર છે.

  ઘટનાસ્થળે બે ધારદાર હથિયાર પણ મળ્યા

  પોલીસનું એવું પણ કહેવું છે કે ઘટનાસ્થળે તેમને 2 ધારદાર હથિયાર મળી આવ્યા છે અને મૃતકના પરજનોથી પૂછપરછ થઈ રહી છે. જોકે, મામલામાં પોલીસ હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરશે. સુસાઇટ નોટ પર આજની તારીખ લખેલી છે, જેના કારણે એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે સમગ્ર ઘટના રાત્રે 12 વાગ્યા બાદની છે.

  પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ થશે ખુલાસો

  હાલ, ડો. પ્રકાશસિંહે પોતાના પરિવારની હત્યા એકલા કેવી રીતે કરી તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. પડોસીઓ પર આશ્ચર્યમાં છે કે કાલ સુધી જે પરિવાર તેમની સાથે હતો આજે સમગ્ર પરિવારની હત્યા થઈ ગઈ છે. પડોસી સમજી નથી શકતા કે એવું તો શું થયું કે જ્યારે મૃતક ડો. પ્રકાશસિંહની મૃતક પત્ની સોનૂ ઉર્ફ કોમલ એક ખાનગી સ્કૂલ ચલાવતી હતી.

  આ પણ વાંચો, મોટા ભાઈએ PUBG રમતા રોક્યો તો, નાના ભાઈએ કરી દીધી હત્યા

  મળતી માહિતી મુજબ મૃતક ડો. પ્રકાશ સિંહની ઉંમર 50 વર્ષ હતી એન તેઓ એક ફાર્મા કંપનીમાં નોકરી કરી રહ્યા હતા, જ્યારે મૃતક પત્ની સોનૂ ઉર્ફ કોમલ એક ખાનગી સ્કૂલ ચલાવતી હતી. મૃતક દીકરી અદિતિની ઉંમર 18 વર્ષ હતી જે ગ્રેજ્યુએશન કરી રહી હતી અને મૃતક દીકરો આદિત્યાની ઉંમર 15 વર્ષ હતી અને સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ પરિવાર 3 બીએચકે ફ્લેટમાં રહેતો હતો. એક જ રૂમમાં બંને બાળકો અને પત્નીના શબ પોલીસને મળી આવ્યા છે. જ્યારે પતિ પ્રકાશનું શબ પોલીસને ડ્રોઇંગ રૂમમાં સીલિંગ ફેનથી લટકેલો મળી આવ્યો.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Gurugram, ગુનો, પોલીસ, હરિયાણા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन