Home /News /national-international /સ્ટંટના શોખીનો ચેતજો! અડધી રાત્રે દારૂ પીને નખરાં કરતા હતા, કાળ ભરખી ગયો

સ્ટંટના શોખીનો ચેતજો! અડધી રાત્રે દારૂ પીને નખરાં કરતા હતા, કાળ ભરખી ગયો

અકસ્માત

Gurugram માં CCTV ફૂટેજમાં લગભગ 10-12 યુવાનો સવારે લગભગ 2 વાગ્યે દારૂના આઉટલેટની સામે ત્રણ કારનો ઉપયોગ કરીને સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. જેમાં એકનું મોત થયું હતું

    Gurugram: ગુરૂગ્રામના ઉદ્યોગ વિહાર ફેઝ-4માં કથિત રીતે શરાબના નશામાં પોતાની કાર સાથે સ્ટંટ (Drunk Youths Perform Car Stunts In Gurugram) કરતા એક વ્યક્તિએ 50 વર્ષીય વ્યક્તિના મોત થયું હટી. ત્યારે આ કેસમાં સોમવારે આઠ લોકોની ધરપકડ (8 People Arrested) કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓના કબજામાંથી બે ફોર-વ્હીલર જપ્ત કરવામાં આવ્યા છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, સવારે સૌરભ શર્મા ઉર્ફે સાઈબી, રાહુલ, રવિસિંહ ઉર્ફે રવિન્દર, વિકાસ ઉર્ફે વિકી, મોહિત, મુકુલ સોની અને લવની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અશોકની મોડી સાંજે ધરપકડ કરવામાં આવી હતી. અશોક સિવાયના તમામને સિટી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

    એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સૌરભ શર્મા, મુકુલ સોની અને લવ એક ટૂર એન્ડ ટ્રાવેલ એજન્સી સાથે કામ કરતા હતા. રાહુલ એક ખાનગી કંપનીમાં કામ કરે છે, જ્યારે મોહિત એડિશનલ ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર છે. રવિ અને વિકાસ ભાઈઓ છે." રવિવારે બનેલી આ ઘટનામાં એક વ્યક્તિના મોત ઉપરાંત બે લોકો ઘાયલ પણ થયા છે. સીસીટીવી કેમેરામાં લગભગ 10-12 યુવાનો સવારે લગભગ 2 વાગ્યે દારૂના આઉટલેટની સામે ત્રણ કાર - એક મારુતિ અર્ટિગા, હ્યુન્ડાઇ વેન્યુ અને એક હ્યુન્ડાઇ ક્રેટાનો ઉપયોગ કરીને સ્ટંટ કરતા જોવા મળ્યા હતા.

    બે ઇજાગ્રસ્તોમાં સામેલ ફરિયાદી અન્નુ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, તે અકસ્માત સ્થળની નજીક આવેલા દારૂના આઉટલેટમાં કામ કરતો હતો. ગુપ્તાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, "અર્ટિગા ચલાવતો હતો તે મારા અને સુશીલ સાથે અથડાયો. રસ્તા પર એક અન્ય વ્યક્તિ હતો અને તે અકસ્માતમાં માર્યો ગયો હતો."

    આ પણ વાંચો: ફ્લાઇટ મિસ થઇ તો એર હૉસ્ટેસ સાથે કરવા લાગી ઝપાઝપી, જે હાથમાં આવે તે છૂટ્ટુ ફેંકયું, જુઓ VIDEO

    પોલિસે જણાવ્યું હતું કે, પીડિતની ઓળખ થવાની બાકી છે પરંતુ તે કચરો વીણનાર હોવાનું જણાયું હતું અને તેમની ઉંમર આશરે 50 વર્ષ હતી. આ કેસની એફઆઈઆર ઉદ્યોગ વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.



    પહેલા આરોપી સૌરભે કાર સ્ટંટ કર્યો અને બીજા સ્ટંટમાં તેણે એક દારૂની દુકાનની બહાર ઉભેલા ત્રણ લોકોને મારી નાંખવાના ઈરાદે ટક્કર મારી હતી, જેમાં એક આધેડનું મોત નીપજ્યું હતું. એસીપી (ક્રાઇમ) પ્રીતપાલ સિંહ સાંગવાને જણાવ્યું હતું કે, અમે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Car accident, Gurugram, અકસ્માત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन