Home /News /national-international /

ભાભી કાદમ્બરીને આજીવન પ્રેમ કરતાં રહ્યા રવિન્દ્રનાથ ટાગોર

ભાભી કાદમ્બરીને આજીવન પ્રેમ કરતાં રહ્યા રવિન્દ્રનાથ ટાગોર

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર (ફાઇલ ફોટો)

ગુરુદેવના જીવનમાં આવી અનેક મહિલાઓ, અંતિમ શ્વાસ સુધી માત્ર ભાભીને જ કર્યો પ્રેમ

  ન્યૂઝ18 ગુજરાતી : ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનો આજે જન્મદિવસ છે. ગુરુદેવનું વ્યક્તિત્વ એટલું મોટું હતું કે જે પણ તેમના સંપર્કમાં આવતા હતા, તેમનાથી પ્રભાવિત થયા વગર નહોતા રહી શકતા. તેમના સંર્પકમાં આવનારી મહિલાઓ ઉપર પણ તેમની ઊંડી અસર રહેતી હતી. તેમનું લાંબુ-પહોળું કદ, ધીર ગંભીર વ્યક્તિત્વ, જોરદાર પ્રતિભા અને કલા-સંગીત પર તેમની પકડના કારણે મહિલાઓ તેમની દિવાની બની જતી હતી.

  આ જ કારણ છે કે તેમના જીવનમાં તેમના સંપર્કમાં અનેક મહિલાઓ આવી. જે તેમને પ્રેમ કરવા લાગી. પરંતુ માનવામાં આવે છે કે જેટલો ગુરુદેવ કાદમ્બરીના પ્રેમ કર્યો, તે કંઈક ખાસ જ રહ્યો. કોણ હતી આ કાદમ્બરી. કેવો હતો રવિન્દ્રનાથ સાથે તેમનો પ્રેમ, જે સમયની સાથે વધુ ઊંડો થતો ગયો.

  19મી સદીમાં ટાગોર પરિવાર બંગાળના સૌથી પ્રભાવી અને ધનવાન પરિવારોમાં સામેલ હતું. આ પરિવાર જે વિશાળ બંગલામાં રહેતો હતો, ત્યાં રોજ સાહિત્યથી લઈને સંગીત અને નૃત્ય નાટિકાઓની મહેફિલો થતી રહી. એકબીજાથી ચઢિયાતા મહાનુભાવો તેમના ઘરે મહેમાન બનીને આવતા હતા. ટાગોર પરિવારનું ઘણું મોટું સ્ટેટ હતું. ગુરુદેવના બાબા પ્રિન્સ દ્વારિકાનાથ ઉદ્યોગપતિ અને જમીનદાર હતા. તેઓ બ્રિટિશ કિંગના ઘણા નિકટતમ હતા. પોતાના સમયમાં તેઓ દેશના સૌથી ધનિક ભારતીય હતા.

  કોણ હતી કાદમ્બરી?

  રવિન્દ્રનાથ ટાગોર જ્યારે આઠ વર્ષના હતા તે સમયે તેમના મોટા ભાઈ યતીન્દ્રનાથના લગ્ન થયા હતા. પરિવારમાં 10 વર્ષની પુત્રવધૂ આવી. નામ હતું કાદમ્બરી. યતીન્દ્ર તેમનાથી 10 વર્ષ મોટા હતા. આવતાં જ કાદમ્બરીની મિત્રતા પતિથી ઘણી વધારે દિયર રવિન્દ્રનાથ સાથે થઈ ગઈ. કાદમ્બરી ખૂબ જ પ્રતિભાશાળી પણ હતી. તેમના અને રવિન્દ્રની વચ્ચે એવી દોસ્તી થઈ, જે બંનેને વધુને વધુ નજીક લાવતી રહી.


  ટાગોરે પોતાના જીવનમાં મોટાભાગે જેટલી રોમેન્ટિક કવિતાઓ લખી કે મહિલાઓ જેટલી પેન્ટિંગ્સ બનાવી, તે બધી કાદમ્બરને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી હતી.

  કાદમ્બરી નહોતી ઈચ્છતી કે રવિન્દ્રનાથના લગ્ન થાય

  સુધીર કક્કડ પોતાના પુસ્તક યંગ ટૈગોરમાં લખે છે કે, ભાભી કાદમ્‍બરી દેવી તેમનો પહેલો પ્રેમ હતી, જેને તેઓએ અંતિમ દિવસ સુધી પ્રેમ કર્યો. કાદમ્બરી તો એમ પણ નહોતી ઈચ્છતી કે રવિન્દ્રનાથના લગ્ન થાય. તેઓએ ગુપચુપ તેને તોડવાનો પણ પ્રયાસ કર્યો.

  જ્યારે આવું ન કરી શકી તો રવિન્દ્ર પર લગ્નનો ઇન્કાર કરવા માટે ઘણું દબાણ કર્યું. તેમને લાગતું હતું કે લગ્ન તે બંનેના સંબંધોમાં અંતર ઊભું કરશે. ગુરુદેવ આજીવન તેમની અસરમાં જ રહે.

  કૃપલાનીના પુસ્તક ટૈગોર એ લાઇફ કહે છે કે, તેઓ ભાગ્યે જ એવું કોઈ કામ હશે જે પોતાની ભાભાીને પૂછ્યા વગર કરતા હતા. બંનેનો પ્રેમ અજબ પ્રકારનો હતો.

  મહાત્મા ગાંધીની સાથે રવિન્દ્રનાથ ટાગોર (ફાઇલ ફોટો)


  કાદમ્બરીની આત્મહત્યા

  જ્યારે કાદમ્બરીની જીદ છતાંય રવિન્દ્રનાથના લગ્ન થયા તો, તેના ચાર મહિના બાદ જ નિરાશ કાદમ્બરીએ વધુ માત્રામાં અફીણ ખાઈને આત્મહત્યા કરી લીધી. આ આત્મહત્યાની ચર્ચા બંગાળમાં ખૂબ થઈ. ટાગોર આ ઘટનાથી તૂટી ગયા હતા.

  આ ઘટના બાદ ટાગોર અને તેમની પત્નીમાં અંતર વધી ગયું. એવી સ્થિતિ આવી કે પત્ની તેમને છોડીને પતર પોતાના પિયર જતી રહી. જોકે, બાદમાં ટાગોર અને પત્નીના સંબંધ સામાન્ય થઈ ગયા. બાદમાં તેમની પત્ની ઉચ્ચ શિક્ષિત થઈ અને ઈંગ્લેન્ડમાં જઈને પણ તેઓએ અભ્યાસ કર્યો. તેઓએ કેટલાક પુસ્તકોનો અનુવાદ પણ કર્યો. ટાગોરથી તેમને પાંચ બાળકો પણ થયા.

  પહેલો પ્રેમ અન્ના એટલે અન્નપૂર્ણા

  17 વર્ષની ઉંમરમાં રવિન્દ્રનાથ અમદાવાદમાં પોતાના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર પાસે આવ્યા, જ્યાં તેઓ આઈસીએસ હતા. સત્યેન્દ્રનાથે તેમને મુંબઈમાં પોતાના મિત્ર ડોક્ટર આત્મારામ પાંડુંરંગની પાસે મોકલ્યા. તે પરિવારની દીકરી અન્નપૂર્ણાથી પણ તેમની નિકટતા થઈ ગઈ. તેઓ સુંદર અને સ્માર્ટ હતા. તેઓ પહેલી જ નજરમાં ટાગોરના પ્રેમમાં પડી ગઈ.

  લંડનમાં ડો. સ્કોટની દીકરી

  ત્યારબાદ તેમને કેટલાક સમય માટે લંડન જવું પડ્યું. ત્યાં તેઓએ ડો. સ્કોટની સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રોકાણ કર્યું. ડો. સ્કોટની બે દીકરીઓ હતી. તેમાંથી એકને આ યુવા કવિથી પ્રેમ થઈ ગયો.

  સુંદર અને ચાર્મિંગ રેનૂ

  પછી તેમની જિંદગીમાં રેનૂ અધિકારી નામની યુવતી આવી. તેઓ ઘણી સુંદર અને ચાર્મિંગ મહિલા હતી. તેઓ પણ ગુરુદેવથી એટલો જ પ્રેમ કરતી હતી. ટાગોરે તેમને 200 પત્ર લખ્યા હતા.


  આર્જેન્ટિનાની વિધવા સાથે નિકટતા

  જ્યારે તેઓ આર્જેન્ટિના બ્યૂનસ આર્યસ પ્રવાસ માટે ગયા, તો તેઓ ત્યાં એક મોટા બંગલામાં રોકાયા, જે પ્લેટ નદીના કિનારે હતો. આ દરમિયાન તેઓ એક મહિલા વિક્ટોરિયાના પ્રતિ સંવેદનાઓ અનુભવે છે. 63 વર્ષની આ વિધવાની નજીક આવ્યા, વિક્ટોરિયાએ બાદમાં આ વિશે વિસ્તારથી લખ્યું કે કે રીતે તેમની જિંદગી બની ગઈ.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Birth anniversary, Gurudev, Kadambari Devi, Nobel, Rabindranath Tagore

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन