Guru Purnima 2021: આજના દિવસે અહીં સાસુ પોતાની વહુની કેમ ઉતારે છે આરતી?

Guru Purnima 2021: સ્ત્રીઓને સન્માન આપવાની આ પરંપરા ઘરોમાં સુખ-શાંતિ અને સમુદ્ધિ લાવે છે

Guru Purnima 2021: સ્ત્રીઓને સન્માન આપવાની આ પરંપરા ઘરોમાં સુખ-શાંતિ અને સમુદ્ધિ લાવે છે

  • Share this:
    ઝાંસી : બુંદેલખંડમાં (Bundelkhand)અષાઢની પૂનમે ઘરની વહુઓને પૂજવાની પરંપરા છે. આ દિવસે આખા દેશમાં ગુરુ પૂર્ણિમાનું (Guru Purnima)આયોજન થાય છે તો બુંદેલખંડની લોક સંસ્કૃતિમાં ગુરુ પૂજા સાથે કુળની વહુઓને પણ પૂજવાનો અને સન્માનિત કરવાની વાત છે. ઇતિહાસકાર ડો. ચિત્રગુપ્ત જણાવે છે કે બુંદેલી ભાષામાં તેને ‘કુન ઘુસું પૂનૈ’ કહેવામાં આવે છે. આ દિવસે પરિવારની સૌથી વરિષ્ઠ મહિલા કે સાસુ સ્નાન વગેરે કરીને દીવાલ પર રજ અને ખડિયાથી પટ બનાવે છે.

    ડો. ચિત્રગુપ્તે જણાવ્યું હતું કે આ પછી ગાયના ગોબરથી લીપણ કરીને ચોક પૂરો કરવામાં આવે છે. ઘરની વહુઓ પણ સ્નાન કરીને નવા વસ્ત્રો અને ઘરેણાં ધારણ કરીને પૂજા સ્થળે બેસી જાય છે. પૂજામાં વિવિધ પકવાનનો પ્રસાદ ધરાવવામાં આવે છે. પ્રસાદમાં ગોળ અને ઘી ના પકવાન બનાવવામાં આવે છે. પૂજામાં કથા કહ્યા પછી સાસુ પોતાની વહુઓને તિલક કરે છે અને આરતી ઉતારે છે અને ઘરની સુખ સમૃદ્ધિ માટે બધા મળીને પ્રાર્થના કરે છે.

    આ પણ  વાંચો - OMG! હરિયાણામાં જમીન ફાડીને 10 ફૂટ ઉપર આવી માટી, જાણો કેવી રીતે બની આ ઘટના

    બુંદેલી સંસ્કૃતિનો મહત્વનો ભાગ

    ઇતિહાસકાર ડો. ચિત્રગુપ્તે જણાવ્યું હતું કે આ પરંપરા બુંદેલી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. બુંદેલખંડમાં પ્રાચીન કાળથી જ સ્ત્રીઓ પુરુષોની સાથે ખભાથી ખભા મિલાવીને ઘર ગૃહસ્થીનું સંચાલન કરતી આવી છે. આજે પણ મહિલાઓ ખેતરમાં પોતાના પતિ સાથે પરસેવો પાડતી જોવા મળે છે. તેથી સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. બુંદેલી સંસ્કૃતિમાં સ્ત્રીઓને સન્માન આપવાની આ પરંપરા ઘરોમાં સુખ-શાંતિ અને સમુદ્ધિ લાવે છે.
    Published by:Ashish Goyal
    First published: