Home /News /national-international /

Guru Gobind Singh Jayanti: પ્રકાશ પર્વ પર PM મોદીએ કરી જાહેરાત, હવે 26 ડિસેમ્બરે મનાવવામાં આવશે ‘વીર બાલ દિવસ’

Guru Gobind Singh Jayanti: પ્રકાશ પર્વ પર PM મોદીએ કરી જાહેરાત, હવે 26 ડિસેમ્બરે મનાવવામાં આવશે ‘વીર બાલ દિવસ’

હવે 26 ડિસેમ્બરે ‘વીર બાલ દિવસ’ મનાવવામાં આવશે. (PM Modi File Photo)

Guru Gobind Singh Jayanti: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહ (Guru Gobind Singh Jayanti)ની જયંતિના પ્રકાશ પર્વ જાહેરાત કરી છે કે, હવે ડિસેમ્બરની 26મી તારીખ ‘વીર બાલ દિવસ’ (Veer Baal Diwas) તરીકે મનાવવામાં આવશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહ (Guru Gobind Singh Jayanti)ની જયંતિના પ્રકાશ પર્વ પર એક મોટી જાહેરાત કરી છે. પીએમની જાહેરાત મુજબ હવે ડિસેમ્બરની 26મી તારીખ ‘વીર બાલ દિવસ’ (Veer Baal Diwas) તરીકે મનાવવામાં આવશે. ગુરુ ગોવિંદ સિંહના ચાર સાહેબજાદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    પીએમ મોદીએ રવિવારે આ ખાસ પ્રસંગે ટ્વિટ (PM Modi Tweet) કરતા લખ્યું કે, ‘ગુરુ ગોવિંદ સિંહજીની જયંતિના પ્રકાશ પર્વ નિમિત્તે મને આ જણાવતા આનંદ થાય છે કે હવે ડિસેમ્બરની 26મી તારીખે ભારત વીર બાળ દિવસ મનાવશે. આ ગોવિંદ સિંહજીના ચાર સાહેબજાદોને એક સાચી શ્રદ્ધાંજલિ હશે.’

    ધર્મ રક્ષા માટે ગુરુ ગોવિંદ સિંહે પોતાના પરિવારને કુરબાન કરી નાખ્યો. તેમના ચાર પુત્રો ધર્મ રક્ષા માટે જ શહીદ થઈ ગયા હતા. જણાવી દઈએ કે ગુરુ ગોવિંદ સિંહના બે દીકરા 26 ડિસેમ્બર 1704ના માત્ર 9 અને 6 વર્ષની ઉંમરે શહીદ થઈ ગયા હતા.



    વડાપ્રધાને પોતાની ટ્વિટમાં આગળ લખ્યું કે, વીર બાલ દિવસ એ જ દિવસ છે, જ્યારે સાહિબજાદા જોરાવર સિંહ, સાહિબજાદા ફતેહ સિંહ આ દેશ માટે કુરબાન થઈ ગયા હતા અને તેમને દિવાલમાં જીવતા ચણવામાં આવ્યા હતા. આ બે મહાન વિભૂતિઓએ કોઈ અન્ય ધર્મને પસંદ કરવાને બદલે મોતને પસંદ કરી.



    પીએમએ આગળ કહ્યું કે, ‘માતા ગુજરી દેવી, શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને તેમના ચાર પુત્રોની વીરતા ભારતના કરોડો લોકોને એક હિંમત આપે છે. આ મહાન લોકો ક્યારેય અન્યાય સામે ન ઝૂક્યા. હવે એ સમય આવી ગયો છે કે લોકો તેમના વિશે વધુમાં વધુ જાણવાનો પ્રયત્ન કરે.’

    આ પણ વાંચો: Sulli Deals App: સુલ્લી ડીલ્સના માસ્ટરમાઈન્ડ ઓમકારેશ્વર ઠાકુરની ધરપકડ, દિલ્હી પોલિસે ઇન્દોરથી દબોચ્યો

    પુત્રોની શહીદી

    ગુરુ ગોવિંદજીએ પોતાના પુત્રોનું ધર્મની રક્ષા માટે મુઘલો સામે લડતી વખતે બલિદાન આપ્યું હતું. બાબા અજીત સિંહ અને બાબા જુઝાર સિંહે 40 બહાદુર શીખ યોદ્ધાઓ સાથે મળીને મુઘલો સામે ચમકૌરની લડાઈ લડી હતી. આ યુદ્ધ પંજાબના ચમકૌરમાં 1704માં 21મી ડિસેમ્બરથી 23મી ડિસેમ્બર સુધી લડવામાં આવ્યું હતું. ગુરુ ગોવિંદ સિંહ જી સુરક્ષિત રહ્યા, પરંતુ બાબા અજીત સિંહ અને બાબા જુઝાર સિંહ આ યુદ્ધમાં શહીદ થયા. 26 ડિસેમ્બર 1704ના રોજ, સરહિંદના નવાબે ગુરુ ગોવિંદ સિંહ જીના બે પુત્રો જોરાવર સિંહ અને ફતેહ સિંહને ઇસ્લામ ન સ્વીકારવા બદલ દીવાનખાનાની દિવાલમાં ચણ્યા હતા. માતા ગુજરી પણ શહીદ થયા હતા.
    Published by:Nirali Dave
    First published:

    Tags: PM Modi પીએમ મોદી, PM નરેન્દ્ર મોદી, વડાપ્રધાન મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन