પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના મામલામાં સીબીઆઈઈ કોર્ટે આજે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમ સહિત ચાર અન્ય દોષિતોને વીડિયો કોન્ફરન્સ દ્વારા થોડા કલાક પહેલા જ સજા સંભળાવી ચે. આ પહેલા 2017માં તેને યૌન શોષણના મામલામાં 20 વર્ષની સજી થઈ હતી. ત્યારબાદથી તે રોહતકની સુનેરિયા જેલમાં બંધ છે. રામ રહીમ પાસે ભક્તોની મોટી ફોજ છે, જેના સહારે તે નેતાઓ માટે પંજાબ અને હરિયાણાના રાજકારણનો હુકમનો એક્કો છે. જેથી તેની સામે કેટલીએ પાર્ટીઓના નેતાઓ નતમસ્તક થતા રહેતા હતા. આ રાજ્યોની સરકાર પણ કેટલીએ વખત સ્વચ્છતા મામલે તેમનો સહયોગ લેતી રહી છે.
2017માં જ્યારે સાધવી યૌન શોષમના મામલામાં તેને જેલ લઈ જવામાં આવી રહ્યો હતો, તો તેમના સમર્થકો આગળ હરિયાણા પોલીસની બધી વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ હતી. હાઈકોર્ટની ફટકાર બાદ પણ હરિયાણા સરકાર લાચારીનું પ્રદર્શન કરતી જોવા મળી હતી. રાજનીતિના જાણકારોનું કહેવું છે કે, આવુ માત્ર રામ રહીમના સમર્થકોની સંખ્યાના કારણે થયું હતું.
હાલના સમયે ડેરા સચ્ચા સોદાના લગભગ 5 કરોડ અનુયાયી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બાબા જે પાર્ટી તરફ ઈશારો કરે છે તેમને જ ડેરાના સમર્થકોનો વોટ જાય છે. તેમની એક પોલિટિકલ વિંગ પણ બનેલી છે. જેના ઈશારે કેટલાએ રાજ્યોના મંત્રી અને રસૂખદાર નેતા બાબાના દરબારમાં માથુ ઝુકાવતા રહે છે.
જ્યારે સરકાર સફાઈમાં ફેઈલ થઈ જાય છે ત્યારે રામ રહીમના ભક્તોની ફોજને બોલાવવામાં આવે છે. તેમના લાખો ભક્તો એક-બે દિવસમાં જ કોઈ પણ શહેરને ચમકાવવાની તાકાત રાખે છે. તે અત્યાર સુધીમાં આટ રાજ્યોના 30 શહેરોમાં સફાઈ અભિયાન ચલાવી ચુક્યા છે.
આ બાબાની ગણતરી તે ખાસ વ્યક્તિઓમાં થતી હતી, જેમને ઝેડ પ્લસ સિક્યોરિટી મળેલી છે. એકલા સિરસામાં જ તેમનું સામ્રાજ્ય લગભગ સાત સો એકડ જમીનમાં ફેલાયેલું છે. ટ્વિટર પર તેમના 37 લાખથી વધારે ફોલોઅર હતા, પરંતુ ખાસ વાત એ છે કે, તે કોઈને પણ ફોલો કરતા ન હતા. જોકે, સજા મળ્યા બાદ તેમનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર