રેપ કેસની સજા ભોગવી રહેલા રામ રહીમ કોરોના સંક્રમિત, ગુરુગ્રામના મેદાંતામાં સારવાર શરૂ

રેપ કેસની સજા ભોગવી રહેલા રામ રહીમ કોરોના સંક્રમિત, ગુરુગ્રામના મેદાંતામાં સારવાર શરૂ

 • Share this:
  ગુરુગ્રામ: રોહતક સુનારિયા જેલમાં રેપ અને હત્યાના કેસમાં જેલમાં સજા ભોગવી રહેલા ડેરા અને સચ્ચા સોદા પ્રમુખ રામ રહીમ કોરોના પોઝિટીવ થયો છે. હાલમાં તે મેદાંતા કોરોના વોર્ડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રવિવારે બપોરે 12 વાગ્યે સુનારિયા જેલમાંથી મેદાંતા લાવવામાં આવ્યા છે. ગુરમીત રામ રહીમ સુનારિયા જેલમાં સજા ભોગવી રહ્યા છે. રામ રહીમની તબિયત છેલ્લા કેટલાક દિવસ તબિયત ખરાબ છે. અને ત્યાર બાદથી પીજીપાઈ રોહતકમાં ભરતી કરી દેવમાં આવ્યો છે. પીરપીઆઈના ડોક્ટરોની સલાહ બાદ તેને આજે ગુરુગ્રામ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યા અને ત્યા તેનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો.

  3 જૂને સમાચાર આવ્યા હતા કે, રોહતક જિલ્લાની સુનારીયા જેલમાં બંધ ગુરમીત રામ રહીમ સિંહની તબિયત લથડી છે. આ પછી તેને પીજીઆઈ રોહતકમાં દાખલ કરાયો હતો. રામ રહીમ પેટમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યો હતો. ગુરુવારે સવારે સાત વાગ્યે ચુસ્ત સુરક્ષા વચ્ચે રામ રહીમને જેલથી પીજીઆઈ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ગુરુગ્રામની મેન્દાતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.  આ અગાઉ 12 મેના રોજ પણ બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે રામ રહીમને રોહતક પીજીઆઈ લાવવામાં આવ્યો હતો, પરંતુ તેણે કોવિડ ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી હતી. રામ રહીમનું સીટી સ્કેન પીજીઆઈ ખાતે કરાયું હતું. પેટ અને હૃદયની તપાસ કરવામાં આવી હતી.

  રામ રહીમ 25 ઓગસ્ટ 2017થી જેલમાં છે. પંચકુલાની સીબીઆઈની વિશેષ અદાલતે સાધ્વીઓના બળાત્કાર કેસમાં રામ રહીમને દોષી ઠેરવ્યો હતો. 16 વર્ષ જુના આ કેસમાં ગુરમીત રામ રહીમની સાથે અન્ય ત્રણ દોષી કુલદીપસિંહ, નિર્મલ સિંહ અને ક્રિશન લાલને પણ આજીવન કેદની સજા ફટકારી હતી.
  Published by:kuldipsinh barot
  First published:June 06, 2021, 17:42 IST

  ટૉપ ન્યૂઝ