અમેરિકામાં ઉબેરની કેબ ચલાવતા એક શીખ ડ્રાઇવરે દાવો કર્યો છે કે એક યાત્રીએ તેના પર બંદૂક તાકીને તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. ગુરજીત સિંઘ નામના એક ડ્રાઇવરના જણાવ્યા પ્રમાણે, તે મુસાફરે તેને કહ્યું હતું કે તેને પાઘડી પહેરતા વ્યક્તિથી નફરત છે. આ ઘટના 28મી જાન્યુઆરીની છે.
ટેક્સીમાં સવાર આ વ્યક્તિએ ગુરજીત સામે બંદૂક તાકતા કહ્યું કે, 'મને પાઘડીવાળા લોકોથી નફરત છે. હું દાઢીવાળા લોકોને પણ નફરત કરું છું.'
ડ્રાઇવર ગુરજીત સિંઘે ઘટનાની વિસ્તારથી જાણકારી આપતા કહ્યું કે, 28મી જાન્યુઆરીએ રાત્રે 10.39 મિનિટે બે મુસાફરો તેની ગાડીમાં બેઠા હતા. બાદમાં તેમણે ગુરજીતને પૂછ્યું હતું કે તે કયા દેશમાંથી છે? બંનેએ એવું પણ પૂછ્યું કે તમે અમારા દેશની સેવા કરો છો કે અમારા દેશની સેવા કરો છો? બાદમાં બંનેએ ગુરજીતના માથે બંદૂક મૂકી દીધી હતી.
પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. જોકે, હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે આ કેસમાં ડ્રાઇવર અને એક બીજા વ્યક્તિની પૂછપરછ કરી છે. અમેરિકન પોલીસનું કહેવું છે કે સંપૂર્ણ તપાસ બાદ જાણકારી આપવામાં આવશે.
આ દરમિયાન ડ્રાઇવરના વકીલ અમૃત કૌરે કહ્યું છે કે તે આ ઘટનાને લઈને ખૂબ પરેશાન છે. તેમણે કહ્યું કે, 'કોઈની ધરપકડ કરવામાં આવી ન હોવાથી અમને હજુ ચિંતા છે, એટલું જ નહીં અત્યાર સુધી હેટ ક્રાઇમ અંગે કોઈ ગુનો પણ નથી નોંધવામાં આવ્યો.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર