ગુર્જર આંદોલનઃ અનેક ટ્રેનો રદ અને 32 લાખ રૂપિયાનું નુકસાન

News18 Gujarati
Updated: February 12, 2019, 7:43 AM IST
ગુર્જર આંદોલનઃ અનેક ટ્રેનો રદ અને 32 લાખ રૂપિયાનું નુકસાન
News18 Gujarati
Updated: February 12, 2019, 7:43 AM IST
રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો ખાસ કરીને વાહનવ્યવહાર ખોરવાય ગયો છે. જેની સૌથી વધુ અસર ટ્રેન વ્યવહાર પર પડી છે. ગુર્જર આંદોલનને કારણે અત્યારસુધીમાં 32 લાખ રૂપિયાનું નુકશાન થયું છે, તો અનેક ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

ઉત્તર પશ્ચિમ રેલવેને ગુર્જર અનામત આંદોલનને કારણે અત્યારસુધીમાં અંદાજે 32 લાખ રૂપિયાનું નુકશાન થયું છે. છેલ્લા 4 દિવસમાં રેલવેની અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તો અજમેર-બીકાનેર-નાગોર રોડ પર વાહન વ્યવહાર ખોરવાય ગયો છે, જો કે ગુર્જર સમાજના લોકોએ પ્રદર્શન બંધ કર્યું છે, નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર ફરીથી રાબેતા મૂજબ ચાલી રહ્યો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ કપિલ શર્માના ગુજરાતી ફેને પાર કરી તમાર હદો, વીડિયો થયો વાયરલ

ગુર્જર અનામત આંદોલનને કારણે કોટા મંડલનો દિલ્હી-મુંબઇ રેલ માર્ગ ઠપ્પ થયો છે, 6 ટ્રેન રદ્દ કરવામાં આવી છે, આ રદ્દ ટ્રેન 12 ફેબ્રુઆરી સુધી રદ્દ રહેશે, તો 12059 કોટા-નિઝામુદ્દીન, 12060 નિઝામુદ્દીન-કોટા જનસતાબ્દી, સહિતની ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
First published: February 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...