લોકસભા ચૂંટણી 2019ના ઠીક પહેલા રાજસ્થાનના મોટો ગુર્જર નેતા કર્નલ કિરોડી સિંહ બેંસલા બીજેપીમાં સામેલ થઈ ગયા છે. બેંસલાએ બુધવારે દિલ્હીમાં પોતાના દીકરા વિજય બેંસલાની સાથે બીજેપીમાં જોડાયા. બીજેપીના રાજસ્થાન પ્રભારી પ્રકાશ જાવડેકરે પિતા-પુત્રને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું.
આ દરમિયાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કિરોડી સિંહ બેંસલા ગુર્જર આંદોલનના મોટા નેતા છે. બેંસલાજીના આવવાથી અમે રાજસ્થાનની 25માંથી 25 સીટો જીતીશું. તેમના બીજેપીમાં સામેલ થવાની ચર્ચા એક સપ્તાહથી ચાલી રહી હતી. વસુંધરાજી, પ્રદેશ અધ્યક્ષ અને તમામ સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવાયો છે. તમામ વર્ગોમાંથી સમર્થન મળી રહ્યું છે. આજે સવારે બેંસલાજીની બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાથે મુલાકાત થઈ. બીજી તરફ, કર્નલ કિરોડી સિંહે બેંસલાએ કહ્યું કે તેઓ ગુર્જર આંદોલનથી 14 વર્ષથી જોડાયેલા રહ્યા. આ દરમિયાન બંને પાટીઓની નિકટતા રહી પરંતુ જે પીએમ મોદીમાં જોવા મળ્યું, તે ક્યાંય નથી. તેઓ સામાન્ય લોકોની તકલીફ સમજે છે.
Delhi: Gurjar leader Kirori Singh Bainsla and his son Vijay Bainsla join Bharatiya Janata Party in the presence of Union Minister Prakash Javadekar. pic.twitter.com/Hs2Qpuz28v
ઉલ્લેખનીય છે કે બેંસલા ગુર્જર સમાજના મોટા નેતા છે. તેમને ગુર્જર આંદોલનના સૌથી મોટા આગેવાન માનવામાં આવે છે. બેંસલા પહેલા રાજસ્થાનના વધુ એક જાટ નેતા હનુમાન બેનીવાલ પણ બીજેપીમાં સામેલ થયા છે. જેથી હવે બેંસલા બીજેપીમાં જોડાતા પાર્ટીને રાજસ્થાનમાં મજબૂતી મળવાની આશા રાખવામાં આવી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર