જાહેર સ્થળો પર નહી મસ્જિદ કે ઈદગાહમાં પઢો નમાઝ : CM ખટ્ટર

News18 Gujarati
Updated: May 6, 2018, 4:44 PM IST
જાહેર સ્થળો પર નહી મસ્જિદ કે ઈદગાહમાં પઢો નમાઝ : CM ખટ્ટર

  • Share this:
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એક વિવાદાસ્પદ નિવેદન આપીને વધુ એક વિવાદને જન્મ આપી દીધો છે. તેમને મુસ્લિમની નમાઝને લઈને એક નિવેદન આપ્યું છે. આ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, સીએમ ખટ્ટરે આ નિવેદન ગુરૂગ્રામમાં જાહેરમાં નમાજ પઢવાને લઈને આપવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે ગુરુગ્રામાના સેક્ટર 53માં મુસ્લિમો દ્વારા ખુલ્લામાં નમાજ પઢવાનો કેટલાક યુવાનોએ વિરોધ કર્યો હતો.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરએ નમાજને લઇને નિવેદન આપ્યુ છે. ખટ્ટરે કહ્યું છે કે હરિયાણામાં જાહેર સ્થાનો પર નમાજ પઢવામાં નહીં આવે. માત્ર મસ્જિદોમાં જ નમાજ પઢવી. તેમણે જણાવ્યું હતું કે આજકાલ ખુલ્લામાં નમાજ પઢવામાં આવી રહી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા લાગુ કરવી તેમનું કામ છે. એટલે નમાજ ઇર્દગાહ અથવા મસ્જિદમાં જ પઢવી જોઇએ.

સી.એમ. ખટ્ટરનું આ નિવેદન ગુરુગ્રામમાં જાહેરમાં નમાજ પઢવાને લઇને આ વિવાદ બાદ આપ્યુ છે. તેમનું કહેવુ છે કે ગુરુગ્રામા સેક્ટર 53 માં મુસલમાનોએ જાહેરમાં નમાજ પઢવાનો કેટલાક યુવાનોએ વિરોધ કર્યો હતો. ત્યા સુધી તે નમાજ પઢી રહેલા લોકોને ધમકાવ્યા પણ હતા. આ મામલામાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.

મનોહર લાલ ખટ્ટર ઈઝરાયલ અને બ્રિટનના પ્રવાસે જવાના છે. તે પહેલા યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે નમાજને લઈના નિવેદન આપ્યુ હતુ. મહત્વનુ છે કે ગુરુગ્રામમાં 20 એપ્રિલથી જાહેરમાં નમાજ પઢવાને લઈને વિવાદ શરૂ થયો હતો.
First published: May 6, 2018
વધુ વાંચો
अगली ख़बर