પરિક્ષા પાછળ ખસેડવા 11માં ધોરણનાં વિદ્યાર્થીએ કરી પ્રદ્યુમનની હત્યા

Margi | News18 Gujarati
Updated: November 8, 2017, 2:03 PM IST
પરિક્ષા પાછળ ખસેડવા 11માં ધોરણનાં વિદ્યાર્થીએ કરી પ્રદ્યુમનની હત્યા
ગુરૂગ્રામના રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં થયેલી પ્રદ્યુમન મર્ડર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલામાં તપાસ કરી રહેલી સીબીઆઈએ સ્કૂલના 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધરપકડ કરી હતી અને તેની પુછપરછ કરવામાં આવી હતી.

ગુરૂગ્રામના રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં થયેલી પ્રદ્યુમન મર્ડર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલામાં તપાસ કરી રહેલી સીબીઆઈએ સ્કૂલના 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધરપકડ કરી હતી અને તેની પુછપરછ કરવામાં આવી હતી.

  • Share this:
દિલ્હીમાં બાળકના મોતનો મામલો

CBIએ આ મામલે એક વિદ્યાર્થીની ધરપકડ કરી હોવાની કરી પુષ્ટિ
CBIએ તે જ સ્કૂલના ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીની કરી ધરપકડ

CBIએ આ મામલે CCTV ફુટેજની કરી તપાસ
CBIએ કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓની પણ કરી પૂછપરછ
પરીક્ષા અને PTM ટળાવવાનું આરોપી વિદ્યાર્થીએ કબુલ્યુંપ્રદ્યુમ્ન સાથે યૌન શોષણ નથી થયું: CBI


ગુરૂગ્રામના રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં થયેલી પ્રદ્યુમન મર્ડર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલામાં તપાસ કરી રહેલી સીબીઆઈએ સ્કૂલના 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધરપકડ કરી હતી અને તેની પુછપરછ કરવામાં આવી હતી. પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રદ્યુમનની હત્યા શાળામાં લેવામાં આવનારી પરીક્ષા અને PTM ટાળવા માટે કરવામાં આવી. આ હત્યા 11માં ધોરણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ કરી હતી.

CBIએ CCTV ફુટેજનાં આધારે આ તપાસ હાથ ધરી છે. CBIએ કેટલાંક શિક્ષકો અને વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરી હતી. પરિક્ષા અને PTM ટાળવાનું આરોપી વિદ્યાર્થીએ કબુલ્યુ છે. આ કેસમાં પ્રદ્યુમનનું યૌન શોષણ થયુ હોવાની પણ વાત સામે આવી છે. જોકે CBIએ સ્પષ્ટ કર્યુ છે કે પ્રદ્યુમ્ન સાથે યૌન શોષણ થયુ ન હતું

Pradyuman case 1

અત્યાર સુધીમાં શું થયુ?

-8 સેપ્ટેમ્બરે પ્રદ્યુમ્ન ઠાકુર સ્કૂલનાં વોસરૂમની બહાર લોહીથી લથપથ મળ્યો
-સ્કૂલ તરફથી તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો
-પ્રદ્યુમ્નનાં માતા-પિતાએ સ્કૂલ સત્તાવાળાઓ પર સત્ય છુપાવવાનો લગાવ્યો હતો આરોપ
-મોડી સાંજે સ્કૂલનાં બસ કંડક્ટરની હત્યાનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી
-9 સેપ્ટેમ્બરનાં રોજ CM મનોહર લાલ ખટ્ટરે આખા કેસની તપાસ માટે SITનું ગઠન કર્યુ
-9 સેપ્ટેમ્બરનાં રોજ કેટલાંક સંઘ દ્વારા સ્કૂલ સત્તાધીશોની ધરપકડની માંગણી કરવામાં આવી
-10 સેપ્ટેમ્બરનાં રોજ રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ વિરુદ્ધ FIRની યોજના બનાવવામાં આવી
-આરોપી બસ કંડક્ટર અશોકનાં પરિવારને પોલીસ અને સ્કૂલ પ્રશાસન પર આરોપ લગાવ્યો કે તેમનાં દબાણમાં આવીને અશોકે હત્યાની વાત સ્વિકારી
-11 સેપ્ટેમ્બરનાં રોજ સ્કૂલ માલિકો રાયન પિંટો, ગ્રેસ પિંટો અને AF પિન્ટોએ આગોતરા જામીનની અરજી કરી
-11 સેપ્ટેમ્બરનાં રોજ જ પ્રદ્યુમ્નનાં પિતાએ સુપ્રીમ કોર્ટમાં CBI તપાસની અરજી કરી. કોર્ટે કેન્દ્ર, હરિયાણા સરકાર અને CBI પાસે જવાબ માંગ્યો
-સ્કૂલનાં બસ ડ્રાઇવરે સ્કૂલ સત્તાધિશો અને પોલીસ પર દબાણ બનાવવાનો લગાવ્યો આરોપ
-23 સેપ્ટેમ્બરે CBIએ કેસ હાથમાં લીધો
-7 નવેમ્બરનાં રોજ 11માં ધોરણનાં વિદ્યાર્થીની CBIએ પ્રદ્યુમન કેસનાં મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી

.Pradyumn-case-CBI-FIR
First published: November 8, 2017, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading