Home /News /national-international /Punjab assembly elections : પંજાબના ચૂંટણી અખાડામાં હજુ સુધી નથી જોવા મળ્યો ઢાઇ કિલોનો હાથ, આખરે ક્યાં ગાયબ છે સની દેઓલ?

Punjab assembly elections : પંજાબના ચૂંટણી અખાડામાં હજુ સુધી નથી જોવા મળ્યો ઢાઇ કિલોનો હાથ, આખરે ક્યાં ગાયબ છે સની દેઓલ?

સની દેઓલે ગુરદાસપુરથી કોંગ્રેસના સાંસદ સુનીલ જાખડને (Sunil Jakhad)હરાવી રાજનીતિક ઇનિંગ્સની શરૂઆત જીત સાથે કરી હતી

Assembly Elections - 2019ની લોકસભા ચૂંટણી (Loksabha Elections)પહેલા સની દેઓલે વાયદો કર્યો હતો કે તે વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટી માટે પ્રચાર કરશે પણ હાલ જોવા મળતા નથી

ચંદીગઢ : પંજાબ વિધાનસભા ચૂંટણીમાં (Punjab assembly elections)પ્રચાર પૂરજોશથી ચાલી રહ્યો છે. જોકે આ દરમિયાન ગુરદાસપુરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ (Gurdaspur BJP MP)અને અભિનેતા સની દેઓલ (Sunny Deol) ગાયબ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઢાઇ કિલોનો હાથ હાલ જોવા મળતો નથી. જેના કારણે ભાજપા કાર્યકર્તાઓમાં ઘણો રોષ છે.

જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણી (Loksabha Elections)પહેલા સની દેઓલે વાયદો કર્યો હતો કે તે વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Elections)પણ પાર્ટી માટે પ્રચાર કરશે. જોકે તેમના કાર્યાલયથી કાર્યકર્તાઓને જાણકારી આપવામાં આવી છે કે તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી. જોકે આ વાતથી ભાજપા (BJP) કાર્યકર્તા સંતુષ્ઠ નથી. તેમનું માનવું છે કે ચૂંટણી પ્રચારથી દૂર રહેવા માટે સની દેઓલ તરફથી આ એક બહાનું છે. કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે ભાજપામાં બધા જાણે છે કે અભિનેતા 2024ની ચૂંટણી લડવાના નથી. જેથી વિધાનસભા ચૂંટણીમાં કોઇ રસ નથી. ઉલ્લેખનીય છે કે ગુરદાસપુર સંસદીય ક્ષેત્રમાં 15 લાખથી વધારે વોટર છે.

સની દેઓલ 2019ની લોકસભા ચૂંટણીમાં જીત પછી પોતાના ક્ષેત્રમાં ઓછા જોવા મળે છે. ગત વર્ષે કોરોના ચરમ પર હતા ત્યારે પણ પોતાના સંસદીય ક્ષેત્રનો એક પણ વખત પ્રવાસ કર્યો ન હતો. પઠાનકોટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગુમ થવાના પોસ્ટર બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર લગાવ્યા હતા. જેના પર લખ્યું હતું કે જે કોઇને પણ સની દેઓલ મળે તે યુથ કોંગ્રેસ પઠાનકોટનો સંપર્ક કરે અને યોગ્ય ઇનામ મેળવે.

આ પણ વાંચો - Punjab Election 2022 : કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી, બે સીટો પરથી ચૂંટણી લડશે સીએમ ચરણજીત સિંહ ચન્ની

જોકે સની દેઓલે કોરોના કાળમાં જનતા માટે માસ્ક, પીપીઇ કિટ અને સેનિટાઇઝર ક્ષેત્રમાં મોકલ્યા હતા. પઠાનકોટ, ગરદાસપુર અને બટાલાના લોકો માટે ત્રણ આધુનિક સુવિધાથી સજ્જ એડવાન્સ લાઇસ સપોર્ટ એમ્બ્યુલન્સ પણ મોકલાવી હતી. જોકે તે ક્યારેય ક્ષેત્રમાં આવ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે સની દેઓલે ગુરદાસપુરથી કોંગ્રેસના સાંસદ સુનીલ જાખડને (Sunil Jakhad)હરાવી રાજનીતિક ઇનિંગ્સની શરૂઆત જીત સાથે કરી હતી.

વિનોદ ખન્ના ચાર વખત રહી ચૂક્યા છે સાંસદ

ગુરદાસપુર લોકસભા સીટ પરથી ભાજપાની ટિકિટ પર અભિનેતા વિનોદ ખન્ના (Vinod Khanna) 1998, 1999, 2004 અને 2014માં 4 વખત સાંસદ બન્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ સિંહ બાજવા સામે 2009માં પરાજય થયો હતો. જોકે 2014માં વિનોદ ખન્નાએ ફરી જીત મેળવી હતી પણ તેમના નિધન પછી 2017માં પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુનીલ જાખડે જીત મેળવી હતી.
First published:

Tags: Assembly elections 2022, Punjab Assembly Election-2022, સની દેઓલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો