Home /News /national-international /રકબરનાં મોત વિશે ચોકાવનારો ખુલાસો, રક્ષક જ બન્યા ભક્ષક!

રકબરનાં મોત વિશે ચોકાવનારો ખુલાસો, રક્ષક જ બન્યા ભક્ષક!

    અલવરમાં રકબરનું મોત મોબ લિંચિંગને કારણે નહિં પણ પોલીસ કસ્ટડીમાં થયું છે તેવો ચોકાવનારો ખુલાસો રાજસ્થાના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ કર્યો છે. તે ઉપરાંત તેમને જણાવ્યું કે, આ કેસમાં વધુ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા શનિવારે અલવરમાં કથિત ગૌ રક્ષકો દ્વારા રકબરની મારી મારીને હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી. જેમાં નજરે જોનારાના નિવેદન પછી સરકારે આ મામલે મોટો ખુલાસો કર્યો છે. રાજસ્થાનના ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયાએ કહ્યું હતું કે આ મામલે જ્યારે તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે તેમની સામે તથ્યો બહાર આવ્યા હતા.

    કટારિયાએ કહ્યું કે નજરે જોનારા પાસેથી જાણવા મળ્યું છે કે રકબરનું મોત પોલીસ કસ્ટડીમાં થયું છે. રાજસ્થાન સરકાર આ મામલે ન્યાયિક તપાસ કરાવશે. અમે અધિક મુખ્ય ન્યાયાધિશનને આ મામલે તપાસ શરૂ કરવા માટે જણાવ્યું છે. એ સાથે જ કટારિયાએ દોષિતોને સજા આપવામાં આવશે તેવો વચન આપ્યો અને કહ્યું કે કોઈને કોઈનો જીવ લેવાનો કોઈ અધિકાર નથી.

    કટારિયાએ કહ્યું કે પોલીસ કસ્ટડીમાં મોતને મામલે પીડિત પરિવારજનોને આપવામાં આવતા વળતરનો નિર્ણય જિલ્લા સ્તરે લેવામાં આવે છે. આવા મામલામાં જિલ્લા મેજીસ્ટ્રેટ નિર્ણય લે છે. આ પ્રકારે પહેલા પણ પહલૂ ખાન સાથે મારપીટ કરીને મોત નિપજાવવાના કેસમાં રાજ્ય સરકારે 1.25 લાખ રૂપિયાનું વળતર મૃતક ખાનના પરિવારજનોને આપ્યું હતું. તે પછી વળતર જિલ્લાની વિધિક કમિટીની સૂચન અનુસાર આપવામાં આવે છે.



    સાથે જ રાજસ્થાના ગૃહમંત્રીએ મીડિયાને જણાવ્યું કે મેં પીડિત પરિવારજનોની મુલાકાત લીધી હતી. અને તેમને મને જણાવ્યું કે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીથી તે સંતુષ્ટ છે. મેં તેમને કહ્યું કે ઘટના વિશે જો તે કઈં જણાવવા માંગતા હોય તો તે મને ગમે ત્યારે આવીને મળી શકે છે.

    આ સાથે જ કટારિયાએ રાજસ્થાન સરકારમાં શ્રમમંત્રી જસવંત યાદવના નિવેદનને ફગાવી દીધું હતું. કટારિયાએ કહ્યું કે પોતાના નિવેદન પર જસવંત ખુદ જવાબ આપે. કાયદો કોઈને કોઈનો જીવ લેવાનો હક આપતો નથી. આ મામલે જે પણ દોષીત હશે તેને સજા જરૂર મળશે. ઉલ્લેખનિય છે કે મંત્રી જશવંત યાદવે કહ્યું કે મોબ લિંટિંગ રોકવા માટે મુસલમાનોએ ગૌ તસ્કરી બંધ કરી દેવી જોઈએ.

    ઉલ્લેખનિય છે કે અલવરના રામગઢ વિસ્તારમાં આવેલા લલ્લાવંડી ગામ ખાતે શુક્રવારે રાતે કેટલાંક સ્થાનીય લોકોએ રકબર નામના એક શખ્સને ગૌ તસ્કરીનો આરોપ લગાવીને માર માર્યો હતો. તે પછી તેને તેમના દ્વારા જ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો. જો કે હોસ્પિટલમાં રકબરને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. આ ઘટનાની મુખ્યમંત્રી વસુંધરા રાજેથી લઈને કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડે ટીકા કરી હતી. તેની નિંદા કરતા સરકાર દ્વારા દોષિતોને કડક સજા કરવાની હૈયાધારણ આપવામાં આવી હતી. આ મામલામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    ઉલ્લેખનિય છે કે રકબરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું મોત શરીરમાં આંતરિક ઘા, પાંસળીઓનું તૂટી જવું અને પછી આધાતમાં મોત થયું હોવાનું જણાવાયું છે. રકબરની પાંસળીઓ તૂટેલી હતી અને તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Alwar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन