Home /News /national-international /અજમેર બ્લાસ્ટ દોષિતનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત, ફોડવામાં આવ્યા ફટાકડા

અજમેર બ્લાસ્ટ દોષિતનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત, ફોડવામાં આવ્યા ફટાકડા

ભાવેશ પટેલનું ભવ્ય સ્વાગત

    અજમેર બ્લાસ્ટના દોષિત ભાવેશ પટેલનું ગુજરાતના ભરૂચમાં પોતાના ઘરે પહોંચવા પર હીરોની જેમ શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાવેશનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. લોકોએ ભાવેશને ફુલની માળા પહેરાવી અને ફટાકડા ફોડીને તેનું ભવ્ય સ્વાગત કર્યું. આ દરમિયાન કેટલાક લોકોએ ભારત માતાની જયના નારા પણ લગાવ્યા.

    ભાવેશ પટેલને 2007માં અજમેર બ્લાસ્ટમાં દોષિત ગણાવ્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટે ભાવેશને ઉમર કેદની સજાને સ્થગિત કરીને જમાનત આપી છે. અજમેર ધમાકેના ત્રણ લોકોના મોત થઈ ગઈ હતી જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા.

    શું છે અજમેર બ્લાસ્ટ કેસ?

    11 ઓક્ટોબર 2007 ખ્વાઝા મોઈનુદ્દીન હસન ચિશ્તી (ખ્વાઝા ગરીબ નવાઝ)ની દરગાહમાં બ્લાસ્ટ થયો હતો. આમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે 15 લોકો ઘાયલ થઈ ગયા હતા. આ આખા કેસમાં 184 લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા, જેમાં 26 સાક્ષી પોતાના નિવેદન પરથી ફરી ગયા હતા.

    કોણ છે ભાવેશ પટેલ?

    ભાવેશ પટેલ અજમેર બ્લાસ્ટ કેસમાં દોષિ સાબિત થયો છે. રાજસ્થાન હાઈકોર્ટે તેને ઉમર કેદની સજા સંભળાવી હતી. ભાવેશ ગુજરાતના ભરૂચનો રહેવાસી છે. બ્લાસ્ટના કેસમાં 2010માં એનઆઈએ દ્વારા ભાવેશની ધરપકડ કરવામાં આવી હતી.

    તો બીજી તરફ જે હિન્દૂવાદી સંગઠને ભાવેશનો સ્વાગત કર્યો છે તેમનો દાવો છે કે, સ્વાગત બોમ્બ બ્લાસ્ટના દોષિત થવા પર કર્યો નથી. તેઓ હવે સન્યાસી બન્યા છે. હવે તેમનું નામ સ્વામી મુક્તામાનંદ થઈ ગયો છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन