ગ્વાલિયર : ગુજરાતની (Gujarat)હની ગર્લે (Honey Trap)શિવપુરીના એક વેપારીને પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યો છે. ગુજરાતથી ગ્વાલિયર જઇને યુવતીએ વેપારીને હોટલમાં મળવા માટે બોલાવ્યો હતો. આ પછી વેપારીને કોલ્ડ્રિંક્સમાં નશીલી દવા પીવડાવી અને નશાની હાલતમાં ગેંગે (gang)વેપારીના ન્યૂડ ફોટો અને વીડિયો બનાવ્યા હતા.
ન્યૂડ વીડિયો વાયરલ (video viral)કરવાની ધમકી આપી હની ગેંગે 25 લાખ રૂપિયા માંગ્યા હતા. વેપારીએ પીછો છોડાવવા માટે 2 લાખ રૂપિયા આપ્યા હતા છતા હની ગેંગે ફરી વેપારીને બ્લેકમેઇલ કરતા હતા. પરેશાન બનીને વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ગ્વાલિયર પોલીસે હનીગેંગની માસ્ટર માઇન્ડ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. ગેંગના ગુજરાત નિવાસી ત્રણ સાથી હાલ ફરાર છે.
પીડિત શિવપુરી જિલ્લાનો કાપડનો વેપારી છે. સોશિયલ મીડિયા દ્વારા કેટલાક મહિના પહેલા તેની મિત્રતા મમતા નામની યુવતી સાથે થઇ હતી. મિત્રના નાતે મમતાએ વેપારીને સોમવારે ગ્વાલિયરમાં મળવાનો પ્લાન બનાવ્યો હતો. વેપારીને એક હોટલમાં બોલાવ્યો હતો. વેપારી પહોંચ્યો તો સ્નેક્સ અને કોલ્ડડ્રિક્સ લીધા હતા. કોલ્ડડ્રિક્સ પીધા પછી વેપારી બેભાન થયો હતો. તે ભાનમાં આવ્યો તો મમતા સાથે 4 લોકો રૂમમાં હાજર હતા.
ન્યૂડ ફોટો અને વીડિયો બનાવી લીધો
વેપારી બેહોશ હતો ત્યારે મમતા સાથે વેપારીના ન્યૂડ ફોટો અને વીડિયો બનાવી લીધો હતો. મમતા ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવા લાગી હતી. ગેંગે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ગભરાઇને વેપારીએ 2 લાખ રૂપિયા આપ્યા હતા. આમ છતા પણ આરોપી વેપારીની ધમકાવતા હતા.
આ કારણે વેપારીને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે હોટલમાં રેઇડ કરી હતી અને હની ગર્લ મમતા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. મમતા મૂળ બિહારની રહેવાસી છે પણ ગુજરાતમાં રહીને હની ટ્રેપ કરતી હતી. બાકી ત્રણ આરોપી સલીમ મિર્ઝા, ચૌધરી કૃષ્ણા સિંહ અને યોગેન્દ્ર છે. જે મૂળ રુપે યૂપીના રહેવાસી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર