Home /News /national-international /Avalanche Uttarkashi: હિમસ્ખલનની ઝપેટમાં ગુજરાતી યુવાનો, 4ને બચાવાયા તો 1 હજૂ પણ લાપતા

Avalanche Uttarkashi: હિમસ્ખલનની ઝપેટમાં ગુજરાતી યુવાનો, 4ને બચાવાયા તો 1 હજૂ પણ લાપતા

હિમસ્ખલનની ઝપેટમાં ગુજરાતી યુવાનો

Avalanche Uttarkashi: ઉત્તરકાશીમાં હિમસ્ખલનની ઘટનામાં 10 લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે, 58 પર્વતારોહકોની ટીમમાં અનેક ગુજરાતી યુવાનો પણ સામેલ હતા, જેમાંથી અર્જુનસિંહ ગોહિલ નામનો એક યુવાન હજૂ પણ લાપતા હોવાની માહિતી મળી રહી છે.

    ઉત્તરકાશી: નેહરુ પર્વતારોહણ સંસ્થાના 58 પર્વતારોહકોની ટીમ ઉચ્ચ હિમાલયના પ્રદેશમાં તાલીમ માટે નીકળી હતી, મંગળવારે સવારે હિમસ્ખલનની ઝપેટમાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ટીમમાં ગુજરાતના અનેક યુવાનો પણ સામેલ હતા. જેમાંથી ચાર લોકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે, જ્યારે હજૂ એક ગુજરાતી યુવાન અર્જુનસિંહ ગોહિલ લાપતા હોવાની માહિતી મળી રહી છે.

    આ પણ વાંચો:  સિયાચીનમાં 19 હજાર ફૂટની ઊંચાઈ પર હિમસ્ખલન, 4 જવાન સહિત 6નાં મોત



    હિમસ્ખલન બાદ, એરફોર્સ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને અત્યાર સુધીમાં 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજૂ કુલ, 16 લોકો ગુમ હોવાની માહિતી મળી રહી છે, જ્યારે અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જણાવી દઈએ કે, વાયુસેનાએ મંગળવારે ચાર મૃતદેહો બહાર કાઢ્યા હતા, જ્યારે આજે બચાવ અભિયાનમાં વધુ છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

    મુખ્યમંત્રીએ સ્થળનું હવાઈ સર્વે કર્યું:

    સીએમ પુષ્કર સિંહ ધામી આજે બુધવારે નિમ પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે જ, તેમણે દ્રૌપદીના દંડા વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું હતું. આ દરમિયાન, બેઝ કેમ્પમાં ફસાયેલા 33 લોકોમાંથી 14 લોકોને આજે ITBP કેમ્પ માટલી લાવવામાં આવ્યા હતા.



    44 તાલીમાર્થીઓ, 8 પ્રશિક્ષકો સહિત કુલ 58 લોકો 14 સપ્ટેમ્બરે ઉત્તરકાશીમાં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM) ખાતે એડવાન્સ્ડ માઉન્ટેનિયરિંગ કોર્સ માટે રવાના થયા હતા. 25 સપ્ટેમ્બરે ટીમ ડોકરાણી બમાક ગ્લેશિયર વિસ્તારમાં દ્રૌપદીના ડાંડા શિખરના બેઝ કેમ્પ પર પહોંચી હતી. ત્યાંથી બધા શિખર પર ચઢવા માટે 5670 મીટરની ઉંચાઈ પર સ્થિત કેમ્પ-1 પહોંચ્યા હતા. આ ટીમ મંગળવારે વહેલી સવારે ચાર વાગ્યે દ્રૌપદીના દંડ શિખર (5771 મીટર) પર પહોંચી હતી. જો કે, કેમ્પ-1 પરત ફરતી વખતે, ટીમ સવારે 8.45 વાગ્યે ભારે હિમપ્રપાત હેઠળ આવી હતી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Avalanche, Uttarkashi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन