Home /News /national-international /ભારત-જાપાનની દોસ્તી જોઇ બળી ગયું ચીન, આપી ચેતાવણી

ભારત-જાપાનની દોસ્તી જોઇ બળી ગયું ચીન, આપી ચેતાવણી

જાપાન સાથે વિવિધ ક્ષેત્રે ભારતે સમજુતી કરાર કર્યા છે. જેનાથી ભારત-જાપાનમાં હકારાત્મક સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે તો બીજી તરફ ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનના સરકારી અખબારમાં ભારતને ચેતાવણી આપવામાં આવી છે કે, જાપાન સાથે મળીને ચીન વિરૂધ્ધ કોઇ ષડયંત્ર ન કરે ભારત.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # જાપાન સાથે વિવિધ ક્ષેત્રે ભારતે સમજુતી કરાર કર્યા છે. જેનાથી ભારત-જાપાનમાં હકારાત્મક સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે તો બીજી તરફ ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનના સરકારી અખબારમાં ભારતને ચેતાવણી આપવામાં આવી છે કે, જાપાન સાથે મળીને ચીન વિરૂધ્ધ કોઇ ષડયંત્ર ન કરે ભારત.

સામાન્ય રીતે ચીનના અખબારમાં પ્રસિધ્ધ થતા અહેવાલને સરકારની જ વિચારધારા માનવામાં આવે છે. પરંતુ સવાલ છે કે, ભારત-જાપાન વચ્ચેના સુમેળથી ચીન આટલું કેમ ડરી રહ્યું છે. શિંજો આબેએ વડાપ્રધાનને બુલેટ ટ્રેનની ગતિએ કામ કરનાર ગણાવ્યા છે. અહીં સવાલ એ છે કે શું મોદી ચીન માટે કૂટનીતિના બુલેટરાજા સાબિત થઇ રહ્યા છે.

વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે વારાણસીમાં ગંગા મૈયાની આરતીમાં પણ જોડાયા હતા. બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત થતા જોઇ ચીનની ચિંતા વધી છે. વાસ્તવમાં ચીન પોતાનો ભૂતકાળ જાણે છે. 1962ના જંગમાં ચીને જે રીતે ભારતની પીઠમાં ખંજર ભોંક્યુ હતું એને કોઇ પણ હિન્દુસ્તાની ભુલી શકે એમ નથી. એ જ રીતે બીજા વિશ્વ યુધ્ધમાં જે રીતે જાપાનની સેનાએ ચીનને તારા બતાવ્યા હતા એ ચીન સારી રીતે જાણે છે.
First published:

Tags: ચીન`, જાપાન, નરેન્દ્ર મોદી, ભારત

विज्ञापन
विज्ञापन