ઉત્તરાખંડ #ઉત્તરાખંડ પહાડી વિસ્તારમાં સોમવારે સવારે ભૂસ્ખલનથી એક ગ્લેશિયર તૂટી પડતાં ખતરાને પગલે આસપાસના ગામોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ અંદાજે 22652 ફુટની ઉંચાઇ પર સ્થિત પંચાચૂલી ગ્લેશિયરનો આઠ મીટર જેટલો ભાગ એકાએક તૂટી પડતાં આસપાસના ગામો માથે ખતરો તોળાઇ રહ્યો છે. અહીં નોંધનિય છે કે, બલાતી ગ્લેશિયરમાંથી મંદાકિની નદી નીકળે છે, કહેવાય છે કે, આ હિમખંડ ઓગળવાથી મંદાકિની નદીનું જળસ્તર વધી શકે છે અને પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે.
સંભવિત પૂરની સ્થિતિને જોતાં પ્રાંત અધિકારી કૌસ્તૂભ મિશ્રાએ મંદાકિની નદી કિનારે આવેલા ગામોને એલર્ટ જાહેર કરી દીધું છે. સાથોસાથ રાહત અને બચાવ ટીમોને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર