નવી દિલ્હી # દિલ્હી અને એનસીઆરમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 નોંધાઇ હતી. દિલ્હી ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે તજાકિસ્તાનમાં જણાયું હતું.
ગત મહિના બાદ ફરી એક વાર દિલ્હી સહિત ઉત્તર ભારત ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું છે. જોકે રાહતના સમાચાર એ છે કે આ આંચકાથી જાનમાલને નુકશાન થયાની હજુ કોઇ વિગતો સામે આવી નથી. પંજાબમાં પણ આંચકા અનુભવાયા હતા. આંચકાને પગલે લોકો રસ્તા પર દોડી આવ્યા હતા.
પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં નોંધનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી સતત ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. જેને પગલે લોકોમાં દહેશત પ્રસરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર