Home /News /national-international /

એક જ ગોળીથી ઠાર કર્યા ISISના ત્રણ આતંકીઓને

એક જ ગોળીથી ઠાર કર્યા ISISના ત્રણ આતંકીઓને

દુનિયાના સૌથી મોટા નિશાનેબાજ માર્ક્સમેને ન માત્ર પોતાના સાથીઓને બચાવ્યા પરંતુ અન્ય 20 લોકોના જીવ પણ બચાવ્યા કે જેઓ મોતના મુખમાં જવાની તૈયારીમાં હતા. અચૂક નિશાનથી માર્ક્સમેને એક જ ગોળીથી ત્રણ આતંકીઓને ઢેર કર્યા કે જેઓ આત્મઘાતી બોમ્બર હતા. આ માર્ક્સમેને એક કિલોમીટર દુરથી ગોળી છોડી આ અચૂક નિશાન તાક્યું હતું. નવાઇની વાત તો એ છે કે આ આતંકીઓ દિવાલની આડમાં છુપાયેલા હતા. આ નિશાનેબાજે છોડેલી ગોળી દિવાલ વીંધીને આતંકીઓને વાગી હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # દુનિયાના સૌથી મોટા નિશાનેબાજ માર્ક્સમેને ન માત્ર પોતાના સાથીઓને બચાવ્યા પરંતુ અન્ય 20 લોકોના જીવ પણ બચાવ્યા કે જેઓ મોતના મુખમાં જવાની તૈયારીમાં હતા. અચૂક નિશાનથી માર્ક્સમેને એક જ ગોળીથી ત્રણ આતંકીઓને ઢેર કર્યા કે જેઓ આત્મઘાતી બોમ્બર હતા. આ માર્ક્સમેને એક કિલોમીટર દુરથી ગોળી છોડી આ અચૂક નિશાન તાક્યું હતું. નવાઇની વાત તો એ છે કે આ આતંકીઓ દિવાલની આડમાં છુપાયેલા હતા. આ નિશાનેબાજે છોડેલી ગોળી દિવાલ વીંધીને આતંકીઓને વાગી હતી.

ઇરાકના રમાદી શહેરને સેનાએ આતંકીઓની ચૂંગાલમાંથી છોડાવી ફરીથી સેનાએ પોતાનો કબ્જો મેળવ્યો છે. પરંતુ કેટલાક આતંકીઓ હજુ પણ છુપાઇને સેના અને લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ સંજોગોમાં બ્રિટિશ SASના સ્નાઇપર ટીમ આવા આતંકીઓને શોધી શોધીને મારી રહી છે.

અહીં બ્રિટિશ SAS સ્નાઇપર ટીમના જ એક બહાદુર માર્ક્સમેનના અચૂક નિશાનીબાજીની વાત છે. ઇરાકના રમાદી શહેરમાં છત સ્નાઇપર ટીમ પર પોતાની બંદૂક સાથે તૈનાત હતી. એવામાં માહિતી મળી કે દુર એક છત પર ત્રણ આતંકીઓ છુપાયેલા છે. જેને પગલે સ્નાઇપર ટીમ એ તરફ પોતાનું નિશાન લઇ બેઠી હતી. આ સંજોગોમાં બીજી માહિતી મળી કે આ આતંકીઓ આત્મઘાતી બોમ્બર છે અને નજીકમાં આવેલા એક મકાનના 20 સભ્યોને શિકાર બનાવવા જઇ રહ્યા છે.

એટલામાં બાજુની છત નીચે કેટલાક આતંકીઓની હલચલ જોવા મળી હતી. અન્ય સ્નાઇપરે એ તરફ નિશાન સાધ્યું પરંતુ માર્ક્સમેન સ્નાઇપર પોતાના લક્ષ્યથી વિચલિત થયા વિના ત્રણ આતંકીઓ તરફ પોતાનું નિશાન સાધી રાખ્યું હતું. ગણતરીના સમયમાં જ આતંકીઓ હુમલો કરવાના હતા પરંતુ માર્ક્સમેન માટે એમને નિશાન બનાવવામાં અડચણ હતી કે આ ત્રણેય આતંકીઓ એક દિવાલની આડમાં છુપાયેલા હતા. પરંતુ સમય ગુમાવવો પાલવે એમ ન હોવાથી માર્ક્સમેને ગોળી છોડી અને અચૂક નિશાન હાંસલ કર્યું. ગોળી દિવાલ ભેદીને આતંકીઓની આરપાર નીકળી ગઇ.

સેના દ્વારા આ સ્નાઇપરની ઓળખ જાહેર કરાઇ નથી. પરંતુ એને માર્ક્સમેન તરીકે ઓળખ આપી આ વિગતો જાહેર કરી છે. માનવામાં આવે છે કે સ્નાઇપરના ઇતિહાસમાં આવું નિશાન અત્યાર સુધી કોઇ સ્નાઇપરે હાંસલ કર્યું નથી કે જે માર્ક્સમેને સિધ્ધ કરી બતાવ્યું છે.
First published:

Tags: આતંકવાદી, આતંકવાદી સંગઠન, આતંકવાદી હુમલો, ઇરાક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन