આર્થિક તંગીનો સામનો કરી રહેલા જેટ એરવેઝે બુધવારે રાત્રે પોતાની તમામ ફ્લાઇટ અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. જેની અસર ભારતની બહાર ગયેલા લોકોને પણ થઇ રહી છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલા 22 વિદ્યાર્થીઓ જેટ એરવેઝની ફ્લાઇટ્સ રદ થતાં ત્યાં જ ફસાઇ ગયા છે. વડોદરા, મહુવા અને વાપીના ચાર વિદ્યાર્થી પણ ઓકલેન્ડમાં ફસાયો છે.
વિદેશમાં પોતાના બાળકો ફસાયાની જાણ થતા જ ગુજરાતમાં રહેતાં પરિવારમાં ચિંતા છે, તો સરકાર તરફ મદદની આશ લગાવી છે. જો કે હાલમાં સમાચાર મળી રહ્યાં છે કે 25 એપ્રિલે તમામ વિદ્યાર્થીઓ સિંગાપોર એરલાયન્સની ટિકિટ બૂક કરાવી ભારત પરત આવશે.
જેટ એરવેઝના એડમિનિસ્ટ્રેશને પણ હાથ અદ્ધર કરી દેતા ન્યૂઝિલેન્ડ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ તમામ સ્ટુડન્ટ્સ 75 હજારની ટિકીટ ખરીદીને ન્યૂઝીલેન્ડ ગયા છે, જો તેઓ બીજી ફ્લાઇટમાં બેસે તો 75 હજાર વેડફાઇ જવાની ભીતિ છે. આ વિદ્યાર્થીઓ અને શાળા અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર