ગાઝા પર હુમલો કરનારી ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સમાં છે જાબાંજ ગુજરાતી યુવતી, જાણો કયા ગામની છે તે

ગાઝા પર હુમલો કર્યા સમયની તસવીર

રિપોર્ટ પ્રમાણે, નીત્શા ઇઝરાયેલ આર્મીમાં જોડાનાર પહેલી ગુજરાતી યુવતી છે.

  • Share this:
    ઇઝરાઇલનું (Israel) એરક્રાફ્ટ મંગળવારે ગાઝાના હમાસ (Hamas ) વિસ્તાર પર ત્રાટક્યું હતું, ગયા મહિનામાં 11 દિવસોની જીવલેણ લડત સમાપ્ત થયા બાદ આ પહેલા એવો હુમલો હતો જેમાં પેલેસ્ટિનિયન એન્ક્લેવમાંથી ઇનસેનડરી બલૂન્સ લોંચ કરવામાં આવ્યા હતા.

    મંગળવારે ગાઝા સ્ટ્રીપ (Gaza Strip) પર ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) ટીમ દ્વારા ફરીથી એરસ્ટ્રાઇક્સ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી (Gujarati) મૂળની 20 વર્ષની નીત્શા મુલિયાશા (Nitsha Muliyasha) સામેલ હતી. અમદાવાદ મિરરનાં અહેવાલ પ્રમાણે, નીત્શા મુલિયાશા મૂળ રાજકોટનાં માણાવદર તાલુકાનાં કોઠડી ગામની છે. હવે તે તેલ એવીવમાં સ્થાયી છે. રિપોર્ટ પ્રમાણે, નિષ્ઠા ઇઝરાયેલ આર્મીમાં જોડાનાર પહેલી ગુજરાતી યુવતી છે.

    નિષ્ઠાનાં પિતા ઝીવાભાઇ આ માટે ઇઝરાયેલી શાળાઓેને બધો શ્રેય આપતા જણાવે છે કે, ' અહીંની શાળાઓ જ બાળકોના એપ્ટિટ્યુડ અને કૌશ્લ્યતાને વધારવાની તૈયારી કરાવે છે. જેનાથી તેઓ તેમને ગમતો અને યોગ્ય કોર્સ તથા કેરિયરની પસંદગી કરી શકે.'

    અમદાવાદની 10 વર્ષની કિર્તી કોઠારીએ કોરોના, ફંગલ ઇન્ફેકશન અને MIS-Cને હિંમતથી આપી મ્હાત

    રિપોર્ટ પ્રમાણે, નીત્શાને યુદ્ધના મેદાનમાં આધુનિક શસ્ત્રો અને બહુપરીમાણીય કવાયતના ઉપયોગની તાલીમ આપવામાં આવી છે.

    બાપુની થશે કૉંગ્રેસમાં વાપસી? શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીની બંધ બારણે થઇ બેઠક

    તેના પિતાએ વધુમાં જણાવ્યું કે, એકવાર સૈન્ય સાથે તેનો 2.4 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયા પછી, તેણીએ પાંચ વર્ષ અથવા 10-વર્ષના સમયગાળા માટે કરાર પર હસ્તાક્ષર કરવો પડશે, જે દરમિયાન તે યોગ્યતા અનુસાર એન્જિનિયરિંગ, દવા અથવા તેની પસંદગીના કોઈ અભ્યાસક્રમ કરી શકે છે. તેના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ લશ્કર ઉઠાવશે, ”



    પિતાએ દીકીરને યાદ કરતા કહ્યું કે, 'છેલ્લા બે વર્ષમાં તેનું પોસ્ટિંગ લેબનોન, સીરિયા, જોર્ડન અને ઇજિપ્તની સરહદ પર કરવામાં આવ્યું હતું. ઇઝરાઇલી સૈન્ય જ્યાં કાઉન્ટર અટેક્સ કરી રહી છે તેવી ગુશ ડેનમાં તહેનાત છે.' તેમણે છેલ્લે ઉમેરતા જણાવ્યું કે, અમને નીત્શા પર ઘણો ગર્વ છે, અમે તેને ઘણી યાદ કરીએ છીએ.
    Published by:Kaushal Pancholi
    First published: