સાઉથના મુસ્લિમો ISIS વિચારધારા વધુ ધરાવે છે : કેન્દ્રિય મંત્રી રિજિજૂ

કેન્દ્રિય મંત્રી રિજિજૂએ વધુ એક વિવાદીત નિવેદન આપતાં કહ્યું છે કે, સાઉથના મુસ્લિમો ISIS વિચારધારા તરફ વધુ આકર્ષિત થયેલા છે.

કેન્દ્રિય મંત્રી રિજિજૂએ વધુ એક વિવાદીત નિવેદન આપતાં કહ્યું છે કે, સાઉથના મુસ્લિમો ISIS વિચારધારા તરફ વધુ આકર્ષિત થયેલા છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # કેન્દ્રિય મંત્રી રિજિજૂએ વધુ એક વિવાદીત નિવેદન આપતાં કહ્યું છે કે, સાઉથના મુસ્લિમો ISIS વિચારધારા તરફ વધુ આકર્ષિત થયેલા છે.

કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુએ એક ખાનગી ચેનલ પર કહ્યું કે, પડકારજનક સ્થિતિ છે. આપણે એ સ્વીકારવું જ પડશે કે આ એક વાસ્તવિકતા છે. ખતરો છે.

રિજિજુએ આ વાત 2008 મુંબઇ આતંકવાદી હુમલાની સાતમી વર્ષગાંઠ પર આઇએસઆઇએસ દ્વારા ભારતમાં આતંકવાદી હુમલા કરવાની આશંકા અંગે પુછાયેલા સવાલનો ઉત્તર આપતાં આ કહ્યું હતું. તેમણે વધુ એક વિવાદીત નિવેદન કરતાં કહ્યું કે, ઉત્તર ભારતીય રાજ્યોના મુસ્લિમોની સાપેક્ષમાં દક્ષિણી રાજ્યોના મુસ્લિમ આઇએસઆઇએસની વિચારધારા તરફ વધુ આકર્ષિત થયેલા છે.

કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ દેશમાં ક્યાંય પણ આતંકવાદીઓના સહારે દેશમાં આતંકવાદી હુમલો કરાવી હિંસા ફેલાવી શકે એમ છે. આવામાં નાપાક ઇરાદાઓને અટકાવવા માટે કેટલાક ઠોસ પગલાં લેવાયા છે.
First published: