Home /News /national-international /

ભૂકંપના આંચકાથી ફરી ધ્રુજ્યું નેપાળ, ભયથી લોકો ફફડી ઉઠ્યા

ભૂકંપના આંચકાથી ફરી ધ્રુજ્યું નેપાળ, ભયથી લોકો ફફડી ઉઠ્યા

મધ્ય નેપાળ આજે ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું હતું. ભૂકંપને પગલે લોકો ભયથી ફફડી ઉઠ્યા હતા. જોકે ભૂકંપના હળવા આંચકાને લીધે જાનમાલને નુકશાનની કોઇ વિગતો સામે આવી નથી. રિક્ટર સ્કેલ પર 4.3 તીવ્રતા નોંધાઇ હતી.

  • News18
  • Last Updated :
કાઠમંડુ # મધ્ય નેપાળ આજે ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું હતું. ભૂકંપને પગલે લોકો ભયથી ફફડી ઉઠ્યા હતા. જોકે ભૂકંપના હળવા આંચકાને લીધે જાનમાલને નુકશાનની કોઇ વિગતો સામે આવી નથી. રિક્ટર સ્કેલ પર 4.3 તીવ્રતા નોંધાઇ હતી.

ભૂકંપના આંચવા સવારે સવા સાતના અરસામાં નોંધાયા હતા અને એનું એપી સેન્ટર કાઠમંડુના ઉત્તર પૂર્વમાં 70 કિલોમીટર દુર સિંધુપાલચૌક સ્થિત નોંધાયું હતું. અહીં નોંધનિય છે કે, આ વર્ષે 25 એપ્રિલ બાદ નેપાળમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અનુસાર 25 એપ્રિલના વિનાશક ભૂકંપ બાદ 4.0 તીવ્રતાના 422 આંચકા નોંધાયા છે. 25મી એપ્રિલના ભૂકંપમાં અંદાજે નવ હજારથી વધુ લોકોના મોત થયા હતા.
First published:

Tags: નેપાળ, ભૂકંપ

આગામી સમાચાર