ગુજરાતીનો દબદબો, મૂળ ઉપલેટાના નરેશ સોલંકી અમેરિકામાં બન્યા મેયર

News18 Gujarati
Updated: April 18, 2019, 7:23 PM IST
ગુજરાતીનો દબદબો, મૂળ ઉપલેટાના નરેશ સોલંકી અમેરિકામાં બન્યા મેયર
પત્ની પ્રિતિ સાથે નરેશ સોલંકી

  • Share this:
કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ કહેવત ફરી એકવાર સાર્થક થઇ છે. આમ તો આજે દુનિયાના દરેક ખુણામાં ગુજરાતી લોકો વસવાટ કરે છે પરંતુ જ્યાં ગુજરાતી રહે છે ત્યાં તે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરે છે. આવી જ રીતે ગુજરાતના મૂળ ઉપલેટાના રહેવાસી નરેશભાઇ સોલંકી અમેરિકાના એક શહેરના મેયર બનાવવામાં આવ્યા છે.

વધુ એક ગુજરાતીએ અમેરીકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા અને મૂળ ઉપલેટાના વતની નરેશભાઇ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરોટીસ સિટીના મેયર બન્યા છે. તેઓ મેયર બનતા ઉપલેટા, સૌરાષ્ટ્ર અને દેશનું નામ રોશન કર્યું છે. તેઓએ સમગ્ર વિશ્વમાં ગુજરાતી અને રાજકોટનું ગૌરવ વધાર્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ બે મહિલા ક્રિકેટરે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ

વર્ષ 1988થી અમેરિકાના સેરોટીસ શહેરમાં રહેતા નરેશ સોલંકી વર્ષ 2015માં સેરોટીસ સિટી કાઉન્સીમાં પ્રથમવાર ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2007થી 2015 સુધી તેઓ સેરોટીસ શહેરના પ્લાનિંગ કમિશનર તરીકે નિમણૂક મેળવી હતી.

આ સિવાય નરેશ સોલંકી સાઉથ કેલિફોર્નિયામાં રિટેઇલ ગ્રોસરી સુપરમાર્કેટની કંપનીના સીઇઓ અને પ્રેસિડન્ટ પણ છે. નરેશ સોલંકીના પરિવારમાં પત્ની પ્રિતિ, બે બાળકો મેહુલ અને જય છે.
First published: April 18, 2019, 7:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading