
હાઇકોર્ટની મહત્વની ટિપ્પણી
ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની આશુતોષ શાસ્ત્રીની ડિવિઝન બેન્ચે જો કે, રાજ્ય સરકારને નોટિસ આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે સુનાવણીની આગામી તારીખે તેના પર વિચાર કરવામાં આવશે.
મુખ્ય ન્યાયાધીશે શું કહ્યું? હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશે આ મુદ્દે કોમેન્ટ કરી હતી કે, '' તમે જે ઇચ્છો છો તે મોટાપાયે અસર કરશે અને અમારે તમામ પાસાઓ પર ધ્યાન આપવું પડશે. અને અમે તેની વધારે તપાસ કરીશું.
રોહિત પટેલ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી ખંડપીઠ રોહિત પટેલ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરી રહી હતી, જેમાં રાજ્ય સરકારને અદાલતની કાર્યવાહીમાં ગુજરાતીને વધારાની ભાષા બનાવવા માટે રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી અધિકૃતતાને લાગુ કરવા માટે નિર્દેશ આપવા માંગ કરવામાં આવી હતી.
અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અસીમ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યની વિધાનસભાએ અદાલતોમાં ગુજરાતીને વધારાની ભાષા બનાવવાનો ઠરાવ પસાર કર્યો છે.
પંડ્યાએ દલીલ કરી હતી કે ભારત એક લોકશાહી દેશ હોવાથી અને ભારતના બંધારણના માળખામાં રાજ્યપાલ દ્વારા અધિકૃતતા પસાર કરવામાં આવી હોવાથી, વહીવટી બાજુએ પણ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ દ્વારા કોઈ ભૂમિકા ભજવવી જોઈએ નહીં.
પંડ્યાએ જણાવ્યું હતું કે, વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલો ઠરાવ રાજ્યનાં મંત્રી પરિષદ દ્વારા રાજ્યપાલને મોકલવામાં આવ્યો હતો. આમ તે રાજ્ય અને ભારતની જનતાની ઈચ્છા છે.
"માતૃભાષા" ના ઉપયોગની હિમાયત કરતા તેમણે કહ્યું હતું કે, ''હું સ્વામી વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિઓની કોમેન્ટના આધારે કહું છું, જેમણે માતૃભાષાના ઉપયોગની હિમાયત કરી છે અને અંગ્રેજી ભાષા પર ભાર મૂકવાના વિરોધી હતા. તેઓએ બાળકના સર્વાંગી વિકાસમાં માતૃભાષાના મહત્વ વિશે વાત કરી છે.
સીજે કુમારે જવાબમાં કહ્યું હતું કે, "આ બધું અંગ્રેજોના જમાનાનું છે, પણ મિસ્ટર પંડ્યા. કોઈપણ રીતે, અમે તપાસ કરીશું."
વધુમાં વકીલ અસિમ પંડ્યાએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન અને કાયદા મંત્રીએ પણ કોર્ટની કાર્યવાહીમાં પ્રાદેશિક ભાષાના ઉપયોગ પર આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ''"ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ પણ કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે હાઈકોર્ટો કોર્ટની કાર્યવાહીમાં પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરે."