Home /News /national-international /અમેરિકાના કેલિફોર્નિયામાંથી ગુજરાતી યુવકની ધરપકડ, પત્નીને અને બાળકો બેઠા હતા તે કાર ખીણમાં નાખી
અમેરિકાના કેલિફોર્નિયામાંથી ગુજરાતી યુવકની ધરપકડ, પત્નીને અને બાળકો બેઠા હતા તે કાર ખીણમાં નાખી
અમેરિકામાં ગુજરાતી યુવકની ધરપકડ કરાઈ છે. ધર્મેશ પટેલે પત્ની અને બાળકો બેઠા હતા તે કારને ઈરાદાપુર્વક ખીણમાં નાખી હોવાની શંકાના આધારે ધરપકડ કરાઈ છે.
Gujarati Arrested In America: ઈરાદા પુર્વક પોતાની કાર ખીણમાં નાખનારા ગુજરાતી ધર્મેશ પટેલની કેલિફોર્નિયામાંથી ધરપકડ કરાઈ છે. ધર્મેશ સામે હત્યાનો પ્રયાસ અને બાળકોની સતામણીની શંકાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં વધારે તપાસ શરુ કરી છે.
વોશિંગટન, એજન્સીઃ અમેરિકામાં 41 વર્ષના ગુજરાતી યુવકની ધરપકડ કરવામાં આવી છે. હત્યાનો પ્રયાસ અને બાળકની સતામણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધર્મેશ પટેલ નામનો વ્યક્તિ કે જેણે જાણી જોઈને પોતાની પત્ની અને બાળકો સાથે ટેસ્લા કારમાં જઈ રહ્યો હતો ત્યારે તેને ઈરાદાપુર્વક ખીણમાં નાખી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ પકડી લેવામાં આવ્યો છે. હાઈવે પેટ્રોલ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેલિફોર્નિયાના પાસદેના ધર્મેશને સાન મેટિયો કાઉન્ટિ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પકડી લેવામાં આવ્યો છે.
હાઈવે પેટ્રોલ પોલીસે જણાવ્યું કે, ધર્મેશ સહિત તેની પત્ની અને બાળકોને સોમવારે બચાવી લેવામાં આવ્યા છે.
અમેરિકન બ્રોડકાસ્ટ ટેલિવિઝન નેટવર્ક મુજબ, ધર્મેશની કારણે ફાયરફાઈટર્સની મદદથી ખીણમાંથી બહાર કાઢવામાં આવી હતી, તેના 2 બાળકો જેમાં એકની ઉંમર 4 વર્ષની દીકરી અને 9 વર્ષના દીકરાનો સમાવેશ થાય છે. જ્યારે હેલિકોપ્ટરની મદદથી ધર્મેશ અને તેની પત્નીને બચાવી લેવામાં આવ્યા હતા.
ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારના રિપોર્ટ્સ પ્રમાણે આ રેસ્ક્યુ ઓપરેશન એક ચમત્કાર જેવું હતું. ટેસ્લા કાર 250થી 300 ફીટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. સ્થળ પરથી મેળવવામાં આવેલા પુરાવાના આધારે એ સાબિત થઈ રહ્યું છે કે ઈરાદાપુર્વક આ કૃત્ય આચરવામાં આવ્યું છે.
કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ પ્રોટેક્શનના ઈન્સિડન્ટ કમાન્ડર બ્રેન પોટેંગરે જણાવ્યું કે આ ઘટનાને નજરે જોનારી વ્યક્તિએ કાર ખીણમાં ખાબક્યા પછી 119 પર ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "આવું ભાગ્યે જ થતું હોય છે" આ પ્રકારની ઘટનામાં કારમાં સવાર બાળકો સહિતના લોકોનો જીવ બચી ગયો છે. પોટેંગર કહે છે કે, "જ્યારે અમે આ ઘટનાનો ભોગ બનેલા લોકોને જોયા તો અમને ભારે આંચકો લાગ્યો હતો. અમારા માટે તે લોકો બચી જાય તેવી આશા હતી."
" isDesktop="true" id="1314014" >
પોટેંગરે જણાવ્યું કે બાળકને સામાન્ય ઈજા થઈ છે. હાઈવે પેટ્રોલના ગોલ્ડન ગેટ ડિવિઝનના પ્રવક્તા એન્ડ્રુ બારકલે ધર્મેશ સામે આ કેસમાં હત્યાનો પ્રયાસ અને બાળકોની સતામણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હવે જે પુરાવા મળ્યા છે તેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર