Home /News /national-international /આ કારણોથી ગુજરાતના નવા CM તરીકે ભૂપેન્દ્ર પટેલની થઈ પસંદગી, PM મોદીની પણ છે પસંદ

આ કારણોથી ગુજરાતના નવા CM તરીકે ભૂપેન્દ્ર પટેલની થઈ પસંદગી, PM મોદીની પણ છે પસંદ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર

Gujarat New Chief Minister: મુખ્યમંત્રી બનવા દરમિયાન ભૂપેન્દ્ર પટેલે અનેક દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા

(અમન શર્મા)

અમદાવાદ. ગુજરાતના (Gujarat) નવા મુખ્યમંત્રી- ભૂપેન્દ્ર પટેલે (Bhupender Patel) વર્ષ 2017માં પોતાની પહેલી ચૂંટણી લડી હતી. આ પહેલા તેઓ અમદાવાદ અર્બન ડેવલેપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી તરીકે 59 વર્ષીય ભૂપેન્દ્રપટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) પસંદ છે, જે નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે. લો પ્રોફાઇલ નેતા- ભૂપેન્દ્ર પટેલ વિશે કોઈએ નહોતું વિચાર્યું કે તેઓ નવા મુખ્યમંત્રી હશે. રવિવાર સવાર સુધી, પટેલના ટ્વીટર પર માત્ર 14,000 ફોલોઅર્સ હતા અને જો મીડિયામાં ચાલેલી અટકળોનું માનીએ તો તેમનું નામ મુખ્યમંત્રીની ખુરશીની રેસમાં હતું જ નહીં. આ પહેલા તેઓ રવિવારે પોતાના મતક્ષેત્રમાં સમર્થકો સાથે વૃક્ષારોપણ કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓએ એક નાની બેઠક કરી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન તેમને એ વાતની જાણકારી આપવામાં આવી કે તેઓ આગામી મુખ્યમંત્રી હશે.

આ ઉપરાંત, જ્યારે ભૂપેન્દ્ર પટેલ બપોરે 3 વાગ્યે બીજેપીના ધારાસભ્યોની બેઠકમાં પહોંચ્યા તો તેઓ સૌથી છેલ્લી હરોળમાં બેઠા. આ દરમિયાન કોઈનું ધ્યાન પટેલ પર નહોતું. આ બેઠકમાં તેમના નામની ઘોષણા થઈ અને તેઓ સર્વસંમતિથી મુખ્યમંત્રી પદ માટે પસંદ કરાયા. નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય રાજકીય દૃષ્ટિકોણથી અગત્યનો છે. પાટીદાર હોવા ઉપરાંત નવા મુખ્યમંત્રી કડવા પટેલ છે, જે ગુજરાતની વસ્તીના લગભગ 12.4 ટકા છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી બનનારા પહેલા કડવા પટેલ છે. આ સમુદાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુખ્ય રીતે વસે છે. હાલના મુખ્યમંત્રીથી પહેલા ગુજરાતના તમામ પટેલ મુખ્યમંત્રી લેઉવા પટેલ હતા. ભૂપેન્દ્ર પટેલની વિવિધ પાટીદાર સંઘો ઉપર પણ સારી પકડ છે.

આ પણ વાંચો, મુખ્યમંત્રીઓમાં ફેરફાર BJPનું ડેમેજ કન્ટ્રોલ, ઝારખંડનો બોધપાઠ અપનાવી રહી છે પાર્ટી

ભૂપેન્દ્ર પટેલે અનેક નેતાઓને પાછળ છોડી દીધા

મુખ્યમંત્રી બનવા દરમિયાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અનેક દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા. આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ભવિષ્ય અંગે પણ અસમંજસ છે. તેઓ પોતાને રાજ્યના મોટા પાટીદાર ચહેરા તરીકે માનતા હતા.

આ પણ વાંચો, નેતૃત્વ બદલવા પાછળ શું છે BJPની વ્યૂહરચના? ભુપેન્દ્ર પટેલનું ભવિષ્ય શું હશે?

ભૂપેન્દ્ર પટેલ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડિયાથી ધારાસભ્ય બન્યા અને કુલ મતોનો 72% હિસ્સો તેમને મળ્યો. તેઓએ મોટા અંતરથી જીત નોંધાવી. મુખ્યમંત્રી તરીકે પસંદ થયા બાદ તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી ચીફ જે.પી. નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહને તેમણે મૂકેલા વિશ્વાસ માટે આભાર વ્યક્ત કર્યો. સાથોસાથ તેઓએ આનંદીબેન પટેલને અતીતમાં તેમના સમર્થન માટે આભાર માન્યો. એવું લાગે છે કે સિવિલ એન્જિનિયર એવા ભૂપેન્દ્ર પટેલ પહેલાથી જ સારું સંતુલન બનાવી ચૂક્યા છે.
First published:

Tags: Amit shah, Bhupendra Patel, Vijay Rupani, ગુજરાત, નરેન્દ્ર મોદી, નિતિન પટેલ, ભાજપ

विज्ञापन