આરોપીને શોધવા ગુજરાત પોલીસ પહોંચી રાજસ્થાન, કારમાં ભાગતા આરોપીઓ પર ફાયરિંગ

એક અઠવાડિયા અગાઉ ગુજરાતની રાજકોટ પોલીસે ગેરકાયદેસર દારૂ ભરેલી બે ટ્રક પકડી હતી. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે બાકીના આરોપીઓ ફરાર હતા. આરોપીની શોધમાં શુક્રવારે ગુજરાત પોલીસ સિરોહીના સ્વરૂપગંજ પહોંચી હતી

એક અઠવાડિયા અગાઉ ગુજરાતની રાજકોટ પોલીસે ગેરકાયદેસર દારૂ ભરેલી બે ટ્રક પકડી હતી. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે બાકીના આરોપીઓ ફરાર હતા. આરોપીની શોધમાં શુક્રવારે ગુજરાત પોલીસ સિરોહીના સ્વરૂપગંજ પહોંચી હતી

 • Share this:
  અમદાવાદ : રાજસ્થાનના સિરોહીમાં આરોપીને પકડવા ગયેલી ગુજરાત પોલીસે ફાયરિંગ કર્યાની વાત સામે આવી છે. ફોર્ચ્યુનર કાર સવારે સ્વિફ્ટ કાર પર ફાયરિંગ કર્યું છે. ફોર્ચ્યુનર કારમાં સવાર વ્યક્તિ ગુજરાતના પોલીસ કર્મી બતાવવામાં આવી રહ્યા છે. જ્યારે સ્વિફ્ટ કારમાં સવાર યુવક દારૂ તસ્કરીનો આરોપી છે. આ ઘટના આબુરોડના સદર થાણાના તહલટી મોર્ડન સામે બની છે. ફાયરિંગની ઘટના પછી સ્વિફ્ટ કાર સવાર ફરાર થયો છે. જ્યારે ફોર્ચ્યુનર કારમાં રહેલા પોલીસ કર્મી સદર સ્ટેશન પહોંચ્યા હતા અને મામલાની જાણકારી આપી હતી.

  એક અઠવાડિયા અગાઉ ગુજરાતની રાજકોટ પોલીસે ગેરકાયદેસર દારૂ ભરેલી બે ટ્રક પકડી હતી. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે બાકીના આરોપીઓ ફરાર હતા. આરોપીની શોધમાં શુક્રવારે ગુજરાત પોલીસ સિરોહીના સ્વરૂપગંજ પહોંચી હતી. જ્યાં તેમણે બે આરોપીને પકડ્યા હતા. પરંતુ એક આરોપી કાર લઇને નાસી ગયો હતો

  કારમાંથી ભાગી ગયેલા આરોપીનો ગુજરાત પોલીસે પીછો કર્યો હતો. આબુરોડ સદર પોલીસ સ્ટેશનના તળેટી વિસ્તારમાં પોલીસ અને તસ્કર વચ્ચે સામ-સામે બોલાચાલી થઈ હતી. જ્યાં આરોપીએ પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી તસ્કર પર ફાયરિંગ કર્યું હતું પરંતુ આરોપી છટકી ગયો હતો.

  આ પણ વાંચો - ભારતમાં સહકારી ક્ષેત્રની અસર કેટલી? મોદી સરકારનું સહકાર મંત્રાલય શું ભૂમિકા ભજવશે?

  બીજી તરફ ફાયરિંગ બાદ રાજસ્થાન પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી દીધી છે. રાજકોટ પોલીસે હરિયાણામાં રહેતા સુખવિંદરને પકડ્યો હતો. તેને સાથે લઇ રાજકોટ પોલીસ સિરોહી પહોંચી હતી. આ દરમિયાન સ્વરૂપગંજ ટોલ નાકા પાસે હરિયાણાના રહેવાસી રવિન્દ્ર અને વિજયની પોલીસે ધરપકડ કરી હતી. જોકે એક આરોપી ફરાર થઇ ગયો છે. એક મહિનામાં આ તસ્કરો ગુજરાતમાં 400થી વધુ ટ્રક ગેરકાયદેસર દારૂનો જથ્થો લઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ગુજરાત પોલીસે તસ્કર વિરુદ્ધ સદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: