Home /News /national-international /Petrol Diesel Price: ક્રૂડ 80 ડૉલરની નીચે પહોંચ્યું, ઘણા શહેરોમાં પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, જુઓ તમારા શહેરના રેટ

Petrol Diesel Price: ક્રૂડ 80 ડૉલરની નીચે પહોંચ્યું, ઘણા શહેરોમાં પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, જુઓ તમારા શહેરના રેટ

પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ

Petrol Diesel Price Today: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગુરુવારે સતત બીજા દિવસે ક્રૂડ સસ્તું થયું છે. આજે, બ્રેન્ટ ક્રૂડની કિંમત 3 ડોલરથી વધુ ઘટીને બેરલ દીઠ 80 ડોલરની નીચે આવી ગઈ છે, જ્યારે WTI ફરી 70 ડોલરની આસપાસ પહોંચી રહી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સતત બીજા દિવસે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરની નીચે આવી ગયું છે. આ દરમિયાન, ગુરુવારે સવારે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે યુપીના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, આજે પણ દિલ્હી-મુંબઈ જેવા દેશના ચારેય મહાનગરોમાં તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

    સરકારી ઓઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદમાં પેટ્રોલ રૂ. 96.41 પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ રૂ. 92.15 પ્રતિ લીટર થયું છે. ગાઝિયાબાદમાં પણ પેટ્રોલ 32 પૈસા ઘટીને 96.26 રૂપિયા અને ડીઝલ 30 પૈસા ઘટીને 89.45 રૂપિયા થયું છે. લખનઉમાં પેટ્રોલ 24 પૈસા મોંઘુ થઈને 96.68 રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ 23 પૈસા વધીને 89.87 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. પટનામાં આજે પેટ્રોલ 35 પૈસા વધીને 107.59 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 32 પૈસા વધીને 96.36 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

    આ પણ વાંચો:  LPG સિલિન્ડર થયો મોંઘો, આજથી થઈ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર

    કાચા તેલની વાત કરીએ તો, છેલ્લા 24 કલાક દરમિયાન તેની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 3 ડોલરથી વધુ ઘટીને 78.35 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, WTI ની કિંમત 4 ડોલર ઘટીને 74.40 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

    5 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
    - દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.65 અને ડીઝલ રૂ. 89.82 પ્રતિ લીટર
    - અમદાવાદમાં પેટ્રોલ રૂ. 96.41 અને ડીઝલ રૂ. 92.15 પ્રતિ લીટર
    - મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
    - ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
    - કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

    આ શહેરોમાં ભાવ બદલાયા
    - નોઈડામાં પેટ્રોલ 96.59 રૂપિયા અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
    - ગાઝિયાબાદમાં પેટ્રોલ 96.26 રૂપિયા અને ડીઝલ 89.45 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
    - લખનઉમાં પેટ્રોલ 96.68 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
    - પટનામાં પેટ્રોલ 107.59 રૂપિયા અને ડીઝલ 96.36 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

    આ પણ વાંચો: પેટ્રોલ વગર ચાલતા સસ્તા શાનદાર સ્કૂટર આવી રહ્યા છે, જુઓ તસવીરોમાં વિગતો

    દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે

    દરરોજ સવારે 6 વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા દેખાય છે.

    આ રીતે તમે આજની નવીનતમ કિંમત જાણી શકો છો

    તમે SMS દ્વારા પેટ્રોલ ડીઝલનો દૈનિક દર પણ જાણી શકો છો (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP અને તેમનો સિટી કોડ ટાઈપ કરીને 9224992249 પર SMS મોકલીને અને BPCL ગ્રાહકો RSP અને તેમનો સિટી કોડ 9223112222 લખીને માહિતી મેળવી શકે છે. જ્યારે, HPCL ગ્રાહકો HPPprice અને તેમનો સિટી કોડ 9222201122 પર મોકલીને કિંમત જાણી શકો છો.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Petrol, Petrol Diesel Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन