ખેડૂતોનું 'રેલ રોકો' આંદોલન: ગુજરાતી મુસાફરોએ જલંધર રેલવે સ્ટેશન પર ગરબા કરીને સમય કાઢ્યો!

ગરબા કરી રહેલા મુસાફરો.

Garba at Jalandhar railway station: બસ સ્ટોપ હોય, હાઇવે હોય, એરપોર્ટ હોય કે પછી રેલવે સ્ટેશન! મોકો મળે તો ગુજરાતીઓ ગમે ત્યાં ગરબા કરી લે.

  • Share this:
    નવી દિલ્હી: ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ પોતાની આંદોલન (Farmers protest) વધારે તેજ કર્યું છે. આ દરમિયાન આજે એટલે કે 18મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રવ્યાપી 'રેલ રોકો' અભિયાન ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતો તરફથી કહેવામાં આવ્યું હતું કે, આખા દેશમાં "18 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી રેલ (Indian Railway) રોકો અભિયાન ચલાવવામાં આવશે." આ પહેલા ખેડૂતોએ ત્રણ કલાક સુધી હાઇવે રોકો આંદોલન કર્યું હતું. આ દરમિયાન પંજાબના જલંધર (Jalandhar railway station)ખાતે ટ્રેન રોકવામાં આવતા ગુજરાતી પ્રવાસીઓએ ગરબા (Garba) કર્યાં હોવાના કેટલાક વીડિયો સામે આવ્યા છે.

    બસ સ્ટોપ હોય, શેરી હોય, હાઇવે હોય, એરપોર્ટ હોય કે પછી રેલવે સ્ટેશન. મોકો મળે તો ગુજરાતીઓ ગમે ત્યાં ગરબા કરી લે.પંજાબના જલંધર રેલવે સ્ટેશન પર 'રેલ રોકો' આંદોલન વચ્ચે કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. હકીકતમાં ખેડૂતોની જાહેરાતને પગલે જલંધર રેલવે સ્ટેશન ખાતે મુસાફરો સાથેની ટ્રેન રોકી દેવામાં આવી હતી.

    આ પણ વાંચો: પોરબંદર નગરપાલિકા ચૂંટણીમાં અનોખો કિસ્સો! 'ઘરવાળી' અને 'બહારવાળી'એ સામસામે ઉમેદવારી નોંધાવી

    આ દરમિયાન ગુજરાતથી કટરા માતા વૈષ્ણોદેવી જઈ રહેલા મુસાફરોએ રેલવે પ્લેટફોર્મ પર ગરબા કર્યાં હતા. મુસાફરોઓ જણાવ્યું હતું કે, તેઓ ખેડૂતોની સાથે છે પરંતુ તેમના તરફથી આપવામાં આવેલા 'રેલ રોકો' આંદોલનને પગલે તેમને અસુવિધા થઈ રહી છે. મુસાફરોએ એવો પણ મત રજૂ કર્યો હતો કે કેન્દ્ર સરકારે તાત્કાલિક ખેડૂતો સાથે વાતચીત કરીને આ મુદ્દાનું નિરાકરણ લાવવું જોઈએ.

    આ પણ વાંચો: દુબઈમાં યુવકે પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા ઊંટના બચ્ચાંની કરી ચોરી

    મહિલા મુસાફરોએ જણાવ્યું હતું કે, અમે ગરબા કરીને સમય પસાર કર્યો હતો. ટ્રેન રોકાઈ જવાને કારણે બાળકો અને વૃદ્ધોને તકલીફ થઈ રહી છે. આ ઉપરાંત તેમનો સમય પણ બગડી રહ્યો છે. તમામ લોકોએ ખેડૂતોને બે હાથ જોડીને ટ્રેન સેવા ચાલુ રાખવા દેવાની વિનંતી કરી હતી.

    ઉલ્લેખનીય છે કે દિલ્હીની સરહદો પર ખેડૂતો છેલ્લા અનેક મહિનાઓથી પોતાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન રેલવે સુરક્ષા દળના અરુણ કુમારે જણાવ્યું છે કે, "હું તમામને શાંતિ જાળવી રાખવાની અપીલ કરું છું. અમે જિલ્લા તંત્ર સાથે સંપર્કમાં રહીશું." ખેડૂતોના આંદોલનને પગલે સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત બેઠક પણ યોજાઈ ચૂકી છે. આ દરમિયાન સરકારે દોઢ વર્ષ સુધી કૃષિ કાયદાને સ્થિગિત કરી દેવાનો વિકલ્પ પણ રાક્યો હતો. જોકે, ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે અડગ છે.
    Published by:Vinod Zankhaliya
    First published: