Home /News /national-international /લોકસભા ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદી સાથે તમામ સાંસદોની બેઠક, CM સહિત શાહ-પાટીલ હાજર રહેશે

લોકસભા ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદી સાથે તમામ સાંસદોની બેઠક, CM સહિત શાહ-પાટીલ હાજર રહેશે

ફાઇલ તસવીર

આગામી વર્ષે લોકસભા ચૂંટણી છે. જેને લઈને તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી સહિત તમામ સાંસદ સાથે વડાપ્રધાન નિવાસસ્થાને બેઠક યોજશે.

ગાંધીનગરઃ આગામી વર્ષે લોકસભા ચૂંટણી છે. જેને લઈને તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેસ, સંગઠન મહામંત્રી રત્નાકર, ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ સાંસદો સાથે વડાપ્રધાન નિવાસસ્થાને બેઠક યોજશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દિલ્હી પહોંચ્યા છે.


લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા


એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એકબાજુ લોકસભાનું સત્ર ચાલુ છે. ત્યારે જ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો, વડાપ્રધાન સમયાંતરે દરેક રાજ્યના સાંસદ સાથે મિટિંગ કરતા હોય છે. ત્યારે આજે ગુજરાતના સાંસદોની મિટિંગને લઈને ચર્ચા જોવા મળી રહી છે. આ બેઠકમાં જે.પી નડ્ડા સામેલ થાય તેવી શક્યતા છે.


26 બેઠક જીતવા રણનીતિ ચર્ચાશે


આ બેઠકમાં લોકસભા ચૂંટણીની સવિસ્તાર ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. મહત્ત્વનું છે કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠક પર જીત મેળવી હતી. ત્યારે આગામી ચૂંટણીમાં પણ આવી જ ઐતિહાસિક જીત મળે તેને લઈને રણનીતિ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક પર ભાજપ જીત્યું હતું. ત્યારે લોકસભા ચૂંટણીમાં પણ આવું જ પરિણામ મળે તે માટે ચર્ચા કરવામાં આવશે.
First published:

Tags: Loksabha election, Loksabha Elections, Narendra modi government