Home /News /national-international /ગુજરાતમાં ભાજપે ભવ્ય ઈતિહાસ બનાવ્યો, પણ દેશના નકશામાં ભગવા સમીકરણો બદલાઈ ગયાં

ગુજરાતમાં ભાજપે ભવ્ય ઈતિહાસ બનાવ્યો, પણ દેશના નકશામાં ભગવા સમીકરણો બદલાઈ ગયાં

gujarat himachal election result 2022

પ્રધાનમંત્રી મોદીના ગઢમાં ભાજપે અજેય હોવાનું જાળવી રાખ્યું છે અને કોંગ્રેસ પાર્ટીને લગભગ લગભગ ખતમ કરી નાખી છે. તો વળી બીજી તરફ ભાજપે આમ આદમી પાર્ટીની આશાઓ પર પાણી ફેરવી દીધું છે, જે વર્ષો જૂની પાર્ટીને સત્તામાંથી બહાર કરવાનું વિચારી રહી હતી.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: ભાજપે ગુજરાતમાં ગુરુવારે મળેલી જીતથી ખુશ તો છે, પણ ક્યાંક ક્યાંક ગમનો માહોલ પણ છે. હકીકતમાં ભાજપે જ્યાં ગુજરાતમાં વિધાનસભામાં શાનદાર જીત નોંધાવી છે, તો બીજી તરફ કોંગ્રેસ સામે હિમાચલમાં હાર પણ થઈ છે. હિમાચલ પ્રદેશે પોતાનો રિવાજ જાળવી રાખ્યો છે અને સત્તાધારી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે.

  પ્રધાનમંત્રી મોદીના ગઢમાં ભાજપે અજેય હોવાનું જાળવી રાખ્યું છે અને કોંગ્રેસ પાર્ટીને લગભગ લગભગ ખતમ કરી નાખી છે. તો વળી બીજી તરફ ભાજપે આમ આદમી પાર્ટીની આશાઓ પર પાણી ફેરવી દીધું છે, જે વર્ષો જૂની પાર્ટીને સત્તામાંથી બહાર કરવાનું વિચારી રહી હતી. આ ચૂંટણીમાં ભાજપે ન ફક્ત પોતાની 128 સીટો જીતવાનો રેકોર્ડ તોડ્યો પણ 1985માં મળેલી 149 સીટનો કોંગ્રેસનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ જનાદેશમાં ફક્ત પીએમ મોદીની લહેર જ નહીં પણ પાર્ટીથી નારાજ પાટીદારો પણ ભાજપ સાથે ફરી જોડાયા છે. પાટીદારોએ કોંગ્રેસથી મોં ફેરવી લીધું છે.

  આ પણ વાંચો: Gujarat Election Result 2022: ગુજરાતમાં 35 સીટ પર AAP બીજા નંબરે રહી, 121 સીટ પર ડિપોઝીટ જપ્ત થઈ ગઈ

  હિમાચલ પ્રદેશના પરિણામ પર આકલન કરે ભાજપ


  જો કે ગુરુવારે આવેલા હિમાચલ પ્રદેશના પરિણામો પર ભાજપ સ્વયં આકલન કરવું જોઈએ. કારણ કે અહીં એન્ટી ઈન્કમબેંસી, મોંઘવારી, બેરોજગારી, જૂની પેન્શન યોજના જેવા મુદ્દા કોંગ્રેસને કામે લાગ્યા છે. આ પરિણામોથી દેશના નકશા પર ભગવા ચિન્હ બદલાઈ ગયા છે. વર્ષ 2014માં ભાજપ ફક્ત સાત રાજ્યો સુધી સમેટાયેલી હતી. પણ પ્રધાનમંત્રી મોદીની લહેરમાં વર્ષ 2018માં ભગવા શાસિત રાજ્યોની સંખ્યા 21 થઈ ગઈ હતી. વર્ષ 2018ની મધ્યમાં ભારત લગભગ ભગવામય થઈ ગયું અને ભાજપે કોંગ્રેસની સાથે સાથે કેટલીય સ્થાનિક પાર્ટીઓને ઘરે બેસાડી દીધી હતી.


  ભાજપને અહીં ઝટકા લાગ્યા છે


  જો કે, આ તમામની વચ્ચે ભાજપને ગઢ રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો. પાર્ટીના હાથમાંથી તે સમયે આંધ્ર પ્રદેશ પણ સરકી ગયું હતું. જ્યારે ટીડીપીએ એનડીએ સાથે નાતો તોડ્યો હતો. ત્યાર બાદ જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયું તો, ત્યાં પણ સત્તા જતી રહી. ખાસ વાત એ રહી કે, ભાજપ નાના નાના રાજ્યોમાં સતત પકડ મજબૂત બનાવતું રહ્યું, પણ ઘણી જગ્યાએ હારનો પણ સામનો કરવો પડ્યો. ભાજપે મહારાષ્ટ્રમાં ફુંકી ફુંકીને ડગલા માંડ્યા અને મહા વિકાસ અઘાડી સરકારમાંથી ઉદ્ધવ ઠાકરેને બહાર કરતા સત્તા ઝુંટવી લીધી. ભાજપે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા અને દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી પદથી સંતોષ માનવો પડ્યો હતો.

  ભાજપને આ વાતનો પુરો ભરોસો


  આ દરમિયાન જનતા દળ, શિરોમણી અકાલી દળ અને પીડીપી જેવી પાર્ટીઓએ ભાજપનો સાથ છોડ્યો. પણ આ ઘટનાઓ બાદ ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડનારી ભાજપને વિશ્વાસ છે કે, લોકસભા ચૂંટણીમાં ફરી એક વાર પ્રચંડ બહુમતથી સરકાર બનાવશે અને વિપક્ષને રગદોડી નાખશે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: BJP Guajrat

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन