ગુજરાતમાં દારૂની સૌથી વધુ ખપત, ઘરે-ઘરે દારૂ પીવાય છે : અશોક ગહલોત

News18 Gujarati
Updated: October 7, 2019, 12:59 PM IST
ગુજરાતમાં દારૂની સૌથી વધુ ખપત, ઘરે-ઘરે દારૂ પીવાય છે : અશોક ગહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત (ફાઇલ ફોટો)

અશોક ગેહલોતે કહ્યુ, મહાત્મા ગાંધીના ગુજરાતની આ સ્થિતિ છે, કડક વ્યવસ્થા ઊભી કર્યા વગર દારૂબંધી અર્થહીન છે

  • Share this:
જયપુર : દારૂબંધી (Liquor Ban) પર રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગહલોત (Ashok Gehlot)એ કહ્યુ કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યુ કે, તેને એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાત (Gujarat)માં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત (Consumption) સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગહલોતે કહ્યુ કે, આ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના ગુજરાતની સ્થિતિ છે. કેટલીક કડક વ્યવસ્થા થવા સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી.

રાજસ્થાનમાં દારૂબંધીની માંગ પર રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યુ કે, તેઓ તેના સમર્થક છે પરંતુ જ્યાં સુધી કડક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં કોઈ તેનો કોઈ અર્થ નથી. ગહલોતે તેના માટે ગુજરાતનું ઉદાહરણ આપતાં કહ્યુ કે, આઝાદી (Independence) બાદથી જ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સ્થિતિ એવી છે કે ત્યાં સૌથી વધુ તેની ખપત છે અને ઘરે-ઘરે દારૂ પીવાય છે.

નોંધનીય છે કે, રાજસ્થાનમાં ઘણા લાંબા સમયથી દારૂબંધીની માંગ થતી રહી છે. આ મામલામાં પત્રકારોના એક સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, વ્યક્તિગત રીતે દારૂબંધીનું સમર્થન કરું છું. તેની પર એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો અને પ્રતિબંધ હટાવી દેવાયો.આ પણ વાંચો,

મહારાષ્ટ્ર: BJP કાઉન્સિલર સહિત પરિવારના 5 સભ્યોની હત્યા, 3 સંદિગ્ધોની ધરપકડ
કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે, હવે 'કેલ્શિયમના ઇન્જેક્શન' આપીને પણ બચાવી નહીં શકાય : ઓવૈસી
First published: October 7, 2019, 10:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading