ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ આવતીકાલે છે. આજે Delhi MCD નું પરિણામ આવી રહ્યું છે. ત્યારે કેટલાક ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થશે. તો આ ડિપોઝિટ સ્વરૂપે કેટલા રૂપિયા ચુકવવાના હોય છે? કોણ ગુમાવે છે ડિપોઝિટ? જાણો A TO Z તમામ માહિતી.
કોને આપવાની ડિપોઝિટ
વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ તેનું આયોજન કરે છે માટે તેને ઉમેદવારી નોંધાવતી વખતે ચૂકવવાની રહે છે ડિપોઝિટ.
" isDesktop="true" id="1296289" >
કેટલી રકમ?
વિધાનસભા ચૂંટણીમાં દરેક ઉમેદવારે 10 હજાર અને લોકસભા ચૂંટણીમાં 25 હજાર.
SC/ST ઉમેદવારો માટે?
SC/ST ઉમેદવારો માટે 50% ઓછી ડિપોઝિટ છે. એટ્લે કે વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં અનુક્રમે 12500 અને 5000 રકમ ચૂકવવાની રહે છે.
કોની જપ્ત થાય?
જે ઉમેદવાર ચૂંટણીમાં પડેલા કુલ મતના 1/6 મત પણ ન મેળવી શકે તેની ડિપોઝિટ જપ્ત થાય.