Gujarat Election 2022: ગોપાલ ઈટાલીયાએ આજે વિધાનસભામાં ચૂંટણીમાં પરાજય બાદ જણાવ્યુ હતું કે, 'અમે ચુકાદો સ્વીકારીએ છીએ અને અમે હતાશ નથી થયા, એક પગથિયું ઉપર ચડ્યા છીએ.
Gopal Italia On Gujarat Election Results 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો આ સાથે પ્ર્ધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે. આમ આદમી પાર્ટી ડબલ ફિગર સુધી પણ પહોંચી શકી નથી.
ચૂંટણી હાર્યા છીએ મનોબળ નહિ
ગોપાલ ઈટાલીયાએ જણાવ્યુ હતું કે, 'અમે ચુકાદો સ્વીકારીએ છીએ અને અમે હતાશ નથી થયા, એક પગથિયું ઉપર ચડ્યા છીએ તેમણે ઉમેર્યું હતું કે, અમે ચૂંટણી હાર્યા છીએ મનોબળ નહિ અને અમે ભૂલો અને ખામીએ સુધારીશું.
તેમણે જણાવ્યુ હતું કે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે, ભાજપ અને કોંગ્રેસ કહેતા હતા કે ત્રીજો મોરચો નહીં ચાલે પણ આપ હવેથી રાષ્ટ્રીય પાર્ટી બની છે.
40 લાખ જેટલા મતો મળ્યા
તેમણે જણાવ્યું હતું કે, આપને 40 લાખ જેટલા મતો મળ્યા છે અને 5 બેઠક ઉપર આપના ઉમેદવાર જીત્યા છે તેમણે કહ્યું કે, 2017માં આપને 28 હજાર મતો મળ્યા હતા જ્યારે આ ચૂંટણીમાં આપને 40 લાખ મતો મળ્યા છે. અમે ખામીઓ અને ભૂલો સુધારીશું અને આવનાર સમયમાં જોશથી આવીશું.
કેજરીવાલે શું કહ્યું?
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે ચૂંટણી પરિણામો આવ્યા બાદ કહ્યું હતું કે આપ તો એક નાનકડી યુવાન પાર્ટી છે. જેને માત્ર દસ વર્ષ થયા છે. આટલા ટૂંકા સમયમાં રાષ્ટ્રીય પાર્ટી બનવું એ મોટી વાત છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતની જનતાનો આભાર.
થેન્ક યુ ગુજરાત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમે આ ચૂંટણી કેમ્પેઇન ઘણી સકારાત્મક્તા સાથે ચલાવ્યું હતું. અમે કોઈને ગાળો નથી આપી કોઈના વિશે ખરાબ નથી બોલ્યા. અમે માત્ર અમે જે કર્યું છે તેની જ વાત કરી છે. અમે દિલ્હીમાં અને પંજાબમાં જે કરી બતાવ્યુ છે તેની વાત કરી છે. અને કરી બતાવ્યુ છે.
આપ ના મુખ્યમંત્રીના ચેહરા ઈસુદાન ગઢવીએ હાર સ્વીકારી પ્રજાના ચુકાદાને આવકાર્ય ગણાવ્યો ઈસુદાન ગઢવીએ જણાવ્યું 2024 અને 2027 મા ફરી જોમ જુસ્સા સાથે ફરી મેદાનમાં આવીશું
મુરૂભાઈ બેરાનો વિજય
ખંભાળિયા 81 બેઠક પર મુરૂભાઈ બેરા ની 18838 મતે જીત થઈ હતી. તેઓ ભાજપ વતી ચૂંટણી લડ્યા હતા અને 77305 મત મેળવ્યા હતા. તો આપને 58467 અને કોંગ્રેસને 44526 મત મળ્યા હતા.
" isDesktop="true" id="1297250" >
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો આ સાથે પ્ર્ધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે.