Home /News /national-international /ભાજપે ફક્ત ગુજરાતમાં જ બનાવ્યો રેકોર્ડ, પણ કોંગ્રેસે આ 4 રાજ્યમાં બનાવ્યો છે અનોખો રેકોર્ડ

ભાજપે ફક્ત ગુજરાતમાં જ બનાવ્યો રેકોર્ડ, પણ કોંગ્રેસે આ 4 રાજ્યમાં બનાવ્યો છે અનોખો રેકોર્ડ

Gujarat election result 2022

ભાજપે 182 વિધાનસભાવાળી ગુજરાતમાં ભલે 150થી વધારે સીટ જીતીને નવો ઈતિહાસ રચી દીધો હોય, પણ આપને જાણીને નવાઈ લાગશે કે કોંગ્રેસ આ ચૂંટણી પરિણામ બાદ એક નહીં, પણ ચાર રાજ્યોમાં એક સાથે મોટો રેકોર્ડ બનાવી રાખ્યો છે.

  નવી દિલ્હી: ભાજપે 182 વિધાનસભાવાળી ગુજરાતમાં ભલે 150થી વધારે સીટ જીતીને નવો ઈતિહાસ રચી દીધો હોય, પણ આપને જાણીને નવાઈ લાગશે કે કોંગ્રેસ આ ચૂંટણી પરિણામ બાદ એક નહીં, પણ ચાર રાજ્યોમાં એક સાથે મોટો રેકોર્ડ બનાવી રાખ્યો છે. પણ કોંગ્રેસનો આ રેકોર્ડ જશ્ન મનાવવાને લાયક નથી, પણ પાર્ટી માટે એક ચિંતાનું મોટુ કારણ છે. આખરે એવું તે શું છે કે, કોંગ્રેસના નામે આ વિચિત્ર રેકોર્ડ નોંધાઈ ગયા છે. આખરે કોંગ્રેસ કેમ પોતાના આ કાળમુખા રેકોર્ડથી પીછો છોડાવી શકતી નથી. તો આવો સૌથી પહેલા જણાવીએ કે ક્યા એ રેકોર્ડ છે, જેણે કોંગ્રેસને વધારે મુશ્કેલીમાં મુકી દીધી.

  આ પણ વાંચો: આ બેઠકો પર આપ બની ગેમ ચેન્જર, કોંગ્રેસના સૂપડા સાફ

  કોંગ્રેસ માટે ભલે ગઈકાલનો દિવસ ગમની સાથે સાથે જશ્ન મનાવાનો રહ્યો હોય, કેમ કે ગુજરાતમાં તો હાર મળી તો હિમાચલમાં જીતી ગયા છે. હિમાચલની જીત ચોક્કસપણે કોંગ્રેસ માટે સંજીવનીથી જરાયે ઉતરતી નથી. પણ ગુજરાતના ઐતિહાસિક હાર પણ ચિંતાનું સૌથી મોટુ કારણ છે. કોંગ્રેસ હાલ હિમાચલની આ જીતનો શ્રેય રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને આપી રહી છે. પણ એવા ક્યા કારણો છે કે જે ભારત જોડો યાત્રાથી હિમાચલમાં કોંગ્રેસને બહુમત મેળવ્યો છે, તે જ ભારત જોડો યાત્રાએ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી શરમજનક હાર પણ અપાવી છે. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં વર્ષ 2022ની આ હાર કોંગ્રેસ માટે સૌથી મોટી હાર સાબિત થઈ છે. જેના પર મંથન કરવું કે ન કરવું એ તો પાર્ટી નક્કી કરશે, પણ અમે આપને જણાવીએ કે, ગુજરાતની આ હાર સાથે કોંગ્રેસના નામે વધુ એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.

  કોંગ્રેસે બનાવ્યો 4 રાજ્યોમાં નવો રેકોર્ડ


  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સતત સાતમી વાર હાર સાથે કોંગ્રેસના નામે વધુ એક નવો રેકોર્ડ જોડાઈ ગયો છે. આ રેકોર્ડ ફ્કત ગુજરાતમાં જ નહીં, પણ યૂપીથી લઈને બિહાર અને પશ્ચિમ બંગાળ સુધી સચવાયેલો છે. હવે કોંગ્રેસ દેશની પ્રથમ એવી પાર્ટી બની ગઈ છે, જેના નામે 30 વર્ષ અને તેનાથી પણ વધારે સમય સુધી કોઈ રાજ્યની સત્તામાંથી બહાર રહેવાનો અજીબોગરીબ રેકોર્ડ બની ગયો છે. ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ કોંગ્રેસ હવે સતત 32 વર્ષો સુધી સત્તામાંથી બહાર રહેનારી પાર્ટી બની ગઈ છે. તો વળી યૂપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ ત્રણ દાયકાથી વધારે સમય સુધી તે સત્તામાંથી બહાર છે.

  આ પણ વાંચો: ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિમાં કોંગ્રેસ, જાણો આ 5 કારણ

  પશ્ચિમ બંગાળમાં 55 વર્ષોથી બહાર છે કોંગ્રેસ


  કોંગ્રેસ પાર્ટીના નામે સૌથી શરમજનક રેકોર્ડ પશ્ચિમ બંગાળનો છે. જ્યાં તે 55 વર્ષથી સત્તામાં આવી નથી. વર્ષ 1977થી કોંગ્રેસ સતત પશ્ચિમ બંગાળની સત્તામાં જ નહીં પણ વિપક્ષમાં પણ બેસવાને લાયક નથી. કોંગ્રેસે સિદ્ધાર્થ શંકર રાય પાર્ટી તરફથી પશ્ચિમ બંગાળને છેલ્લા મુખ્યમંત્રી આપ્યા હતા. 1977માં તેમના હટતા જ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી સત્તા પર આવી. ત્યાર બાદ માકપા સતત 34 વર્ષ સુધી શાસનમાં રહી અને 2011 સુધી રાજ કર્યું. ત્યાર બાદ મમતા બેનર્જી સતત ત્રણ વાર પશ્ચિમ બંગાળના સીએમ બન્યા છે, જે હાલમાં ચાલું છે. જ્યાં ભાજપ હવે મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે.

  ઉત્તર પ્રદેશમાં 33 વર્ષથી સત્તામાં નથી આવી શકી


  વર્ષ 1989 બાદ કોંગ્રેસ યૂપીની સત્તામાં આવી શકી નથી. યૂપીમાં કોંગ્રેસના છેલ્લા મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારી હતા. જેમનો કાર્યકાળ 1989 સુધી રહ્યો. ત્યાર બાદ ડિસેમ્બર 1989માં મુલાયમ સિંહ યાદવ યૂપીના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા. ત્યાર બાદ અહીંની સત્તામાં ક્યારેક બસપા તથા ક્યારેક સપા આવતી રહેતી. હવે 2017થી ભાજપ સતત શાસન કરી રહી ચે. યોગી આદિત્યનાથ રેકોર્ડ સીટો સાથે બીજી વાર યૂપીના સીએમ બન્યા છે. આવી રીતે યૂપીની સત્તામાં પણ કોંગ્રેસ સતત 33 વર્ષથી બહાર છે. સાથે કોંગ્રેસ હવે અહીં એક-બે સીટમાં સમેટાઈ ગઈ છે. એક રીતે જોવા જઈએ તો, યૂપીમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. સપા હવે અહીં મુખ્ય વિપક્ષી પાર્ટી બનેલી છે.

  આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીની અસરઃ કોંગ્રેસના છોંતરા કાઢી નાંખ્યા, રાજ્યસભાના દરવાજા બંધ

  બિહારમાં 32 વર્ષથી નથી મળી સત્તા


  યૂપી અને પશ્ચિમ બંગાળની માફક બિહારથી પણ કોંગ્રેસ 32 વર્ષથી સત્તામાંથી બહાર છે. સાથે જ અહીં વિપક્ષમાં બેસવાને લાયક પણ નથી. બિહારમાં જેડીયૂ અને આરજેડીની હાલ સરકાર છે. જ્યા નીતિશ કુમાર ગઠબંધન સરકારના મુખ્યમંત્રી છે. ભાજપ અહીં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે. કોંગ્રેસની હાલત અહીં પણ યૂપી અને બંગાળ જેવી જ છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: BJP Vs Congress

  विज्ञापन
  विज्ञापन