Home /News /national-international /ગુજરાત ચૂંટણી 2022: ક્રિમિનલ સિવાય અન્ય કોઈ ઉમેદવાર કેમ ન મળ્યો, તે તમામ પાર્ટીએ જગજાહેર કરવું પડશે

ગુજરાત ચૂંટણી 2022: ક્રિમિનલ સિવાય અન્ય કોઈ ઉમેદવાર કેમ ન મળ્યો, તે તમામ પાર્ટીએ જગજાહેર કરવું પડશે

election commission

ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ભારતીય ચૂંટણી પંચે ક્રિમિનલ બેકગ્રાઉન્ડવાળા ઉમેદવારોને લઈને મોટી તૈયારીઓ શરુ કરી છે.

    નવી દિલ્હી: ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ભારતીય ચૂંટણી પંચે ક્રિમિનલ બેકગ્રાઉન્ડવાળા ઉમેદવારોને લઈને મોટી તૈયારીઓ શરુ કરી છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે, ઉમેદવાર અને પાર્ટી બંનેને ક્રાઈમ સાથે જોડાયેલી જાણકારી જાહેર કરીને બતાવવી પડશે. પંચનું કહેવું છે કે, તેના દ્વારા મતદારોને ખબર પડશે કે, ફક્ત ક્રિમિનલ બેકગ્રાઉન્ડવાળા લોકો જ પાર્ટીને મળી શક્યા છે.

    આયોગ તરફથી જાહેર કરવામાં આવેલા પ્રેસનોટ અનુસાર, પહેલા અપરાધમાં સામેલ રહી ચુકેલા ઉમેદવારને પ્રચાર દરમિયાન ત્રણ વાર અખબારો અને ટીવી ચેનલ્સ દ્વારા પ્રકાશિત કરવાનું હોય છે. સાથે જ ક્રિમિનલ બેકગ્રાઉન્ડવાળા ઉમેદવારને ઉતારનારી પાર્ટીને પણ ઉમેદવાર વિશે જાણકારી પોતાની વેબસાઈટ, અખબારો અને ચેનલો પર ત્રણ વાર લખવાની હોય છે.

    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી 2022 તારીખ: જાણો કયા જિલ્લામાં ક્યારે મતદાન યોજાશે

    મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે, જો કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે,તો ઉમેદવારે ફરજિયાતપણ તેની જાણકારી એક રાષ્ટ્રીય, એક ક્ષેત્રિય અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત કરવાની રહેશે.સાથે જ પાર્ટીએ એ પણ બતાવાનું રહેશે અને પબ્લીશ કરવાનું પણ રહેશે કે તેમને ક્રિમિનલ સિવાય અન્ય કોઈ કેમ નથી મળ્યું. તેમને કારણ બતાવાના રહેશે અને તેને સાર્વજનિક કરવાના રહેશે. જેથી મતદારોને ખબર પડે કે, તે ક્ષેત્રમાં ઉમેદવાર શોધવામાં પાર્ટીને આટલી મુશ્કેલી શા માટે થઈ.

    ત્રણ વાર આપવાની રહેશે જાણકારી


    ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉમેદવાર પાછી ખેંચવાની તારીખની શરુઆતના ચાર દિવસ દરમિયાન જાણકારી સાર્વજનિક કરવાની રહેશે. ત્યાર બાદ બીજી વાર આગામી 5થી 8 દિવસની અંદર ચૂંટણીથી બે દિવસ પહેલા અને ત્રીજી વાર પ્રકાશિત કરવાની રહેશે.

    ગુજરાત ચૂંટણીનો કાર્યક્રમ


    ગુરુવાર ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધું છે. જે અંતર્ગત રાજ્યની 182 સીટોવાળી વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર વોટિંગ 1 ડિસેમ્બરે યોજાશે. જ્યારે બીજા તબક્કા માટે 93 સીટો પર 5 ડિસેમ્બરે વોટ પડશે. મતગણતરી હિમાચલ પ્રદેશની સાથે સાથે 8 ડિસેમ્બરે યોજાશે. પહાડી રાજ્યમાં 12 નવેમ્બરે મતદાન યોજાશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन