Home /News /national-international /Gujarat Election: પીએમ મોદી સહિત કોંગ્રેસ અને આપ પાર્ટીએ મોટી સંખ્યામાં મતદાન કરવા લોકોને કરી અપીલ

Gujarat Election: પીએમ મોદી સહિત કોંગ્રેસ અને આપ પાર્ટીએ મોટી સંખ્યામાં મતદાન કરવા લોકોને કરી અપીલ

Gujarat election 2022

આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં યોજાનારા મતદાન માટે કુલ 788 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ગુરૂવારે સવારે 8થી સાંજે 5 કલાક દરમિયાન પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ગયું છે.

  અમદાવાદ: આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં યોજાનારા મતદાન માટે કુલ 788 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ગુરૂવારે સવારે 8થી સાંજે 5 કલાક દરમિયાન પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ગયું છે. જેમાં 14382 મતદાન મથક સ્થળો પર 25430 મતદાન મથકો ખાતે લોકશાહીનો અવસર યોજાવવાનો છે. પ્રથમ તબક્કામાં 2.39 કરોડ મતદારો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે. લોકશાહીના આ મહાપર્વમાં પોતાના મતાધિકાર થકી સહભાગી થવા તમામ મતદારોને રાજ્યના ચૂંટણી પંચ દ્વારા અપીલ કરવામાં આવી છે.

  પીએમ મોદીએ લોકોને કરી અપીલ


  વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કરીને મતદારોનો ઉત્સાહ વધાર્યો છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે, 'આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.'


  અમીત શાહે મતદારોને કરી અપીલ


  ગુજરાત ચૂંટણી: અમિત શાહે ગુજરાતમાં મતદાન શરૂ થાય તે પહેલા મતદાન કરવાની અપીલ કરતી ટ્વિટ કરી છે. તેમણે અપીલ કરતા જણાવ્યુ છે કે, 'છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું, જેનો દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે. પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યા સાથે મતદાન કરીએ.'


  કોંગ્રેસે મતદારોને કરી ખાસ અપીલ


  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. મલ્લિકાર્જૂન ખડગેએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, "ગુજરાતની 7 કરોડ જનતા પરિવર્તન માટે એકજૂટ છે. મતદાનમાં ભાગીદારી લોકતંત્રનો આત્મા હોય છે. આ વખતે ગુજરાતમાં પહેલી વાર વોટ આપવા જઈ રહેલા યુવાન સાથીઓને ખૂબ ખૂબ સ્વાગત. લોકશાહીના આ પર્વને વધુમાં વધુ મતદાન કરીને સફળ બનાવવા ગુજરાતની જનતાને અપીલ છે."


  અરવિંદ કેજરીવાલે મતદારોને કરી અપીલ


  અરવિંદ કેજરીવાલે પણ લોકોને ભારે સંખ્યામાં મતદાન કરવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, "ગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણમાં આજે 89 સીટો પર મતદાન થશે. ગુજરાતમાં આજે જે કોઈ વિધાનસભા ક્ષેત્રમાં વોટિંગ છે ત્યાંના મતદાતાઓને મારી અપીલ - "તમારી પાસે સુવર્ણ તક આવી છે, ગુજરાતના અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે વૉટ જરૂર આપો, આ વખતે કંઈક ગજબ કરીને આવો."  ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: 2022 Assembly elections

  विज्ञापन
  विज्ञापन