Home /News /national-international /Gujarat Election: જૂનાગઢમાં આવેલું આ મીનિ આફ્રિકા ગામ પહેલી વાર કરશે મતદાન, બનાવ્યું છે સ્પેશિયલ જનજાતિય બૂથ

Gujarat Election: જૂનાગઢમાં આવેલું આ મીનિ આફ્રિકા ગામ પહેલી વાર કરશે મતદાન, બનાવ્યું છે સ્પેશિયલ જનજાતિય બૂથ

જૂનાગઢમાં આવેલુ આ ગામ પણ સ્પેશિયલ બૂથમાં કરશે મતદાન

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની 89 સીટો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે જંબૂર ગામ, કે જે ભારતનું મિની આફ્રીકી ગામ છે, તે પહેલી વાર પોતાના વિશેષ જનજાતિય બૂથમાં મતદાન કરશે.

  જૂનાગઢ: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની 89 સીટો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે જંબૂર ગામ, કે જે ભારતનું મિની આફ્રીકી ગામ છે, તે પહેલી વાર પોતાના વિશેષ જનજાતિય બૂથમાં મતદાન કરશે. આપને જણાવી દઈએ કે, આ ગામ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગુરુવારે 182 સીટોમાંથી 89 સીટો પર મતદાન થશે. બાકીની સીટો પર બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરે મતદાન થશે.

  જમ્બૂર ગામના સિનિયર સિટીજન રહમાને કહ્યું કે, આ બહુ ખુશીની વાત છે, કે ચૂંટણી પંચે અમારા માટે મતદાન કરવા માટે એક સ્પેશિયલ બૂથ બનાવાનો નિર્ણય કર્યો છે. અમે વર્ષોથી આ ગામમાં રહીએ છીએ, પણ આવું પહેલી વાર થઈ રહ્યું છે, જેનાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમારા પૂર્વજ આફ્રીકાથી છે અને અમે કેટલાય વર્ષોથી ભારતમાં આવ્યા હતા. જ્યારે જૂનાગઢમાં કિલો બની રહ્યો હતો, ત્યારે અમારા પૂર્વજો અહીં કામ કરવા આવ્યા હતા. પહેલા અમે રતનપુર ગામમાં રહેતા અને ધીમે ધીમે જમ્બૂર ગામમાં આવ્યા. અમને અહીં સિદ્ધિ આદિવાસી સમુદાયનો દરજ્જો મળ્યો છે.

  આ પણ વાંચો: Gujarat Election 2022: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, આવી રીતે ચેક કરો મતદાર યાદીમાં આપનું નામ

  રહમાને કહ્યુ કે, અમારા પૂર્વજ આફ્રિકાથી આવ્યા હોવા છતાં ભારત અને ગુજરાતની પરંપરાનું પાલન કરે છે. તલાલાથી અપક્ષ ચૂંઠણી લડનારા અબ્દુલ મગુજ ભાઈએ કહ્યું કે, ક્ષેત્રમાં સ્થાનિક સમુદાય પીડિત છે. અબ્દુલ મગુજ ભાઈએ કહ્યું, આ ગામ બે નદીઓની વચ્ચે આવેલું છે. અહીં સૌ સાથે રહે છે. હું અહીં ત્રીજી વાર ચૂંટણી લડી રહ્યો છું. અમે ઈચ્છીએ છીએ કે, અમે પણ વિધાનસભામાં જઈએ.


  તેમણે કહ્યું કે, અમને અધિકાર મળે, જેથી અમે વધુ સારુ કામ કરી શકીએ. અમને ભારતનું આફ્રિકા કહેવાય છે. અમે સિદ્ધિ આદિવાસી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. સરકાર આદિવાસીઓને મદદ આપતી રહે છે. તેમાં કોઈ સમસ્યા નથી. પણ અમારા સ્થાનિક સમુદાયને અહીં વેઠવું પડે છે. અમે એટલી સુવિધા મળતી નથી. મગુજ ભાઈએ આગળ કહ્યું કે, આદિવાસી પોતાના અલગ રસ્તે ચાલે છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: 2022 Assembly elections

  विज्ञापन
  विज्ञापन