Home /News /national-international /ગેસના બાટલાના ભાવ વધ્યા છે તો ચિંતા ન કરો, નીચે આવી જશે: વલસાડમાં પરેશ રાવલે વિપક્ષ પર ચાબખાં માર્યા
ગેસના બાટલાના ભાવ વધ્યા છે તો ચિંતા ન કરો, નીચે આવી જશે: વલસાડમાં પરેશ રાવલે વિપક્ષ પર ચાબખાં માર્યા
વલસાડમાં પરેશ રાવલે ગેસ સિલેન્ડર પર વિચિત્ર નિવેદન આપ્યું
પરેશ રાવલે મંગળવારે આપેલા એક ભાષણમાં કહ્યું છે કે, ગેસ સિલેન્ડરના ભાવ મોંઘા છે, તે તેની કિંમતો નીચે આવી જશે. પણ જો રોહિંગ્યા અને બાંગ્લાદેશી આપની પાસે દિલ્હીની જેમ રહેવા લાગશે તો શું થશે ?
વલસાડ: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે સંપન્ન થઈ ચુક્યું છે. તેના માટે પ્રચારમાં સત્તાધારી ભાજપ સહિત તમામ પાર્ટીઓએ બરાબરની તાકાત લગાવી દીધી હતી. આ દરમિયાન અભિનેતા અને પૂર્વ ભાજપ સાંસદ પરેશ રાવલે મોંઘવારી પર એવુ નિવેદન આપ્યુ છે, જે હાલમાં વાયરલ થઈ રહ્યુ છે. વલસાડમાં પોતાના ભાષણમાં તેમણે કંઈક એવું કહ્યું છે કે, જે સોશિયલ મીડિયા પર લોકો તેને બંગાળીઓ સાથે નફરત કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.
પરેશ રાવલે મંગળવારે આપેલા એક ભાષણમાં કહ્યું છે કે, ગેસ સિલેન્ડરના ભાવ મોંઘા છે, તે તેની કિંમતો નીચે આવી જશે. પણ જો રોહિંગ્યા અને બાંગ્લાદેશી આપની પાસે દિલ્હીની જેમ રહેવા લાગશે તો શું થશે ? ગેસ સિલેન્ડરનું આપ શું કરશો ? બંગાળીઓ માટે માછલી ફ્રાઈ કરશો. ત્યારે હવે તેમનું આ પ્રકારનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે.
Actor/BJP politician Paresh Rawal in Gujarat: “Price of Gas cylinders will come down, inflation will fluctuate up-down, but what will you do when Bangladeshis and Rohingyas start living next to you?”
પરેશ રાવલ અહીંથી અટક્યા નહોતા. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, ગુજરાત મોંઘવારી સહન કરી શકશે, પણ આ નહીં. અભિનેતામાંથી નેતા બનેલા પરેશ રાવલે કહ્યું કે, જેવી રીતે તેઓ મોઢેથી ગાળો આપે છે, તેમને મોં પર ડાયપર પહેરવાની જરુર છે.
પરેશ રાવલનું માછલી ખાવા પર બંગાળીઓની મજાક ઉડાવવા અને રોહિંગ્યા સાથે જોડવા પર પ્રતિક્રિયા આપતા ટીએમસીના સાંસદ કીર્તિ આઝાદે પુછ્યું કે, શું પરેશ રાવલ એ સંકેત આપી રહ્યા છે કે બીએસએફ અને કેન્દ્રીય ગૃહમંત્રાલય યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું, કારણ કે તેમણે કહ્યું કે, બાંગ્લાદેશી અને રોહિંગ્યા ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર