Gujarat Election 2022 : કોંગ્રેસે (Congress) આ વખતે નક્કી કર્યું છે કે આ વખતની ચૂંટણી વડાપ્રધાન મોદી (PM Narendra Modi) અને કોંગ્રેસ વચ્ચેની હરિફાઈ નથી. કોંગ્રેસના ના મતે આ વખતે ભાજપ પાસે ગુજરાતમાં મજબૂત નેતાનો અભાવ છે. એટલે આ વખતે બંને પાર્ટી વચ્ચે ટક્કર થવાની છે. કોંગ્રેસે પોતાના તરફથી કોઈ મુખ્યમંત્રી માટેનો ચેહરો જાહેર કરેલો નથી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ગુજરાતથી જ આવે છે.
ગુજરાતમાં આ વર્ષના અંતે 182 સીટો પર વિધાનસભાની ચૂંટણી થશે. છેલ્લા અઢી દાયકાથી ભાજપ શાસિત ગુજરાતમાં વિપક્ષ કે અન્ય માટે સરકાર બનાવી એટલી આસાન નથી. પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓએ આ અઠવાડિયાના પ્રારંભમાં જ ગુજરાત કોંગ્રેસ નેતાઓ સાથે દિલ્હીમાં એક બેઠક કરી હતી. જેમાં વરિષ્ઠ નેતાઓમાં પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક, કે.સી. વેણુગોપાલ, રણદીપ સિંહ સુરજેવાલા સહિતના નેતાઓ, તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ભૂતપૂર્વ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા અને પ્રવક્તા મનીષ દોશી સહિતના નેતાઓએ ભાગ લીધો હતો.
પ્રવક્તા દોશીએ જણાવ્યું કે, આ બેઠક દરમ્યાન આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી છે. પાર્ટી ના સૂત્રોએ જણાવ્યું કે ગુજરાતની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધની હરીફાઈ ન બનવા દેવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના મતે આ ચૂંટણીમાં અમારો સામનો સીએમ ભુપેન્દ્ર પટેલ અને પ્રમુખ સીઆર પાટીલ સાથે થવાનો છે. એમણે કહ્યું, પ્રધાનમંત્રી હુકમનો એક્કો છે અને ભાજપ તેના નામે વોટ માંગશે. કારણ, એમની પાસે કોઈ મજબૂત નેતા નથી, એટલે તેઓ ચૂંટણીને મોદી અને કોંગ્રેસ વચ્ચેની લડાઈમાં ફેરવવાની કોશિસ કરશે. પરંતુ હવે મોદી મુખ્યમંત્રી નથી બનવાના અને લોકોએ ભાજપનું કુશાસન જોયેલું છે અને કોંગ્રેસ તેની સામે લડશે.
વર્ષ 2007 ના ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મુખ્યમંત્રી મોદીને મોતના સોદાગર કહ્યા હતા. તેમજ ગોધરાકાંડ બાદ થયેલા સાંપ્રદાયિક તોફાનોમાં પણ તેમને દોષિત ગણાવ્યા હતા. મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી પણ કોંગ્રેસે ગુજરાત ચૂંટણીમાં તેમના પર નિશાન સાધવાનું ચાલુ રાખ્યું.
દોશીએ જણાવ્યુકે પક્ષનો ચૂંટણી પ્રચાર સ્થાનિક મુદ્દાઓ આધારિત રહેશે. રઘુ શર્માએ જણાવ્યુકે પાર્ટી આવખતે પણ મુખ્યમંત્રીના ચહેરા વિનાજ ચૂંટણી લડશે અને આ વાત નું સમર્થન ગુજરાતના નેતા શક્તિસિંહ ગોહિલે પણ કર્યું. ગોહિલે કહ્યું કે, જો કોંગ્રેસની સરકાર બનશે તો ધારાસભ્યની બેઠકમાં મુખ્યમંત્રી નક્કી કરીશુ અને કૉંગ્રેશની પરંપરા જાળવી રાખીશુ. દોશીએ જણાવ્યું કે, જ્યાંસુધી ચૂંટણી તૈયારી માટેના એજન્ડાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા લોકો પાસેથી પણ સૂચનો મંગાવીશું અને એના પર વિચાર કરીશું.