રાજકોમાં ટ્રાફિક સર્કલ- ચાર રસ્તાઓ પર શિલ્પ-આકૃતિઓ થકી સુંદરતા વધારવાનો કીમિયો    

News18 Gujarati
Updated: November 29, 2018, 3:12 PM IST
રાજકોમાં ટ્રાફિક સર્કલ- ચાર રસ્તાઓ પર શિલ્પ-આકૃતિઓ થકી સુંદરતા વધારવાનો કીમિયો    
રાજકોટ શહેરમાં મુકવામાં આવેલી શિલ્પ-કૃતિઓ

રાજકોટ મહાનગરપાલિકાએ મેટલ વેસ્ટ અને પથ્થરમાંથી બનાવડાવેલા વિવિધ સ્કલ્પચર પણ શહેરમાં વિવિધ સ્થળોએ મુકેલા છે. કાલાવડ રોડ પર ડીવાઈડરનાં સેન્ટ્રલ એલાઇનમેન્ટ દ્વારા રસ્તા વાઈડનિંગનાં માધ્યમથી તેને સુંદર આકાર આપવામાં આવેલા છે

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  "સ્વચ્છ ભારત મિશન" હેઠળ લેવામાં આવી રહેલા વિવિધ પગલાઓમાં એક અતિ મહત્વપૂર્ણ એવું કદમ છે. એ છે બ્યુટીફિકેશન. શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલા ટ્રાફિક સર્કલો અને રસ્તાઓની સુંદરતા વધે એ માટે રાજકોટ મહાનગરપાલિકાએ પોતે અને ખાનગી સંસ્થાઓના સહયોગથી શહેરના વિવિધ સર્કલોનું થીમ બેઇઝ્ડ બ્યુટીફિકેશન કર્યું છે,

રાજકોટ મહાનગરપાલિકાએ જણાવ્યું કે, સિટી બ્યુટીફિકેશનની ઝુંબેશમાં શહેરની વિવિધ સંસ્થાઓએ મહાનગરપાલિકા સાથે જોડાઈને "સ્વચ્છ ભારત મિશન"ને બળ પ્રદાન કર્યું છે. સ્વાભાવિકરીતે જ જનભાગીદારી વગર સ્વચ્છ શહેરની ઝુંબેશ અધુરી ગણાય પરંતુ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ પોતાની નૈતિક જવાબદારી નિભાવી વહીવટી તંત્રનો ઉત્સાહ બેવડાવ્યો છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર, રેસકોર્સ રિંગ રોડ પર, ૮૦ ફૂટ રોડ પર, ભાવનગર રોડ પર, તેમજ શહેરની મધ્યમાં સ્થિત વિવિધ સર્કલો કોઈ ને કોઈ થીમ પર આધારિત બ્યુટટીફિકેશન ધરાવે છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાએ મેટલ વેસ્ટ અને પથ્થરમાંથી બનાવડાવેલા વિવિધ સ્કલ્પચર પણ શહેરમાં વિવિધ સ્થળોએ મુકેલા છે. એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ પર ડીવાઈડરનાં સેન્ટ્રલ એલાઇનમેન્ટ દ્વારા રસ્તા વાઈડનિંગનાં માધ્યમથી તેને સુંદર આકાર આપવામાં આવેલ છે. તો, કેકેવી ચોકમાં એર ફોર્સનું મિગ ફાઈટર વિમાન અને ફ્લેમિંગો પક્ષીની પ્રતિકૃતિઓ મુકી આ ચોકને જોવા લાયક બનાવવામાં આવ્યો છે.  ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સ્થિત ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન પાસેથી શીતલ પાર્ક જતા રસ્તામાં ડીવાઈડર મુકી આ રસ્તાની શિકલ પણ ફેરવી નાંખવામાં આવેલા છે.

આ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહુમાળી ભવન ચોક સર્કલ ખાતે, નાનામવા ચોક સર્કલ ખાતે, માલવિયા પેટ્રોલ પંપ ચોક, પ્રધ્યુમન પાર્ક ઝૂ, એરપોર્ટ રોડ, રેસકોર્સ રિંગ રોડ પર લાઈફ બિલ્ડીંગ સામે, આજી ડેમ માછલી ઘર પાસે, તેમજ અન્ય ચોકમાં પથ્થરના શિલ્પ અને મેટલ વેસ્ટમાંથી બનેલા પુતળા મુકવામાં આવેલ છે. આ ઉપરાંત રેસકોર્સ રિંગ રોડની સુંદરતા વધારવા માટે લોખંડની નવી ગ્રીલ મુકવામાં આવી છે. રેસકોર્સની અંદર સ્વિમિંગ પૂલ પાસેની ગલીને બેહદ સુંદર સ્વરૂપ આપી બ્યુટીફિકેશન કરવામાં આવેલું છે.

,હાલમાં, શહેરનાં નાગરિકો સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાની ટેવ કેળવે અને આ જાગૃતિનાં માધ્યમથી શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની કવાયત વધુ અર્થસભરરીતે ફળદાયી નીવડે તે માટે હાલ સમગ્ર શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. ઉપરાંત સ્વચ્છતા એપ બધાએ ડાઉનલોડ કરવી જોઈએ અને આપણી આજુબાજુના જે કોઈ લોકો એન્ડ્રોઇડ ફોન વાપરતા હોય તેઓને આ એપ ડાઉનલોડ કરાવવી જોઈએ. હાલ તમામ વોર્ડમાં મહાનગરપાલિકા દ્વારા ૧૧૦૦ થી વધુ કર્મચારીઓને ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા છે અને તેઓ વહેલી સવારે ૬ વાગ્યાથી ઘેર ઘેર જઈને લોકોને આ બાબતે સમજાવી રહ્યા છે.
First published: November 29, 2018, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading